ગુજરાતના સુરત શહેર જ નહી પણ સમગ્ર રાજ્ય માટે ગૌરવભરી ક્ષણ સર્જાઈ છે. ભારતીય નૌકાદળમાં પહેલી વખત કોઈ યુદ્ધજહાજને શહેરનું નામ આપવામાં આવ્યું છે. આ ગૌરવ ગુજરાતના સુરત શહેરને મળ્યું છે. આજે આ જહાજનું સુરત શહેરમાં જ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમાર તથા અન્ય અધિકારીઓની હાજરીમાં સુરતમાં યુદ્ધજહાજને ખુલ્લુ મૂક્યું હતું. સુરત યુદ્ધજહાજ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે.
સુરત યુદ્ધજહાજ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગત માર્ચમાં જહાજના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો
નૌકાદળના વડા એડમિરલ આર.હરિકુમાર તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સુરતમાં યુદ્ધજહાજને ખુલ્લું મુકાયું: સુરત શહેર જ નહી પણ સમગ્ર રાજ્ય માટે ગૌરવભરી ક્ષણ સર્જાઈ
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગયા માર્ચ મહિનામાં જહાજ નિર્માણની લીલી ઝંડી આપી હતી. સરકારના કહેવા મુજબ હાલમાં 130 સરફેસ વોરશિપ તથા 67 વધારાના યુદ્ધજહાજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.યુદ્ધજહાજ સુરતને બ્લોક નિર્માણ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે. સુરતને મુંબઈ બાદ પશ્ચિમ ભારતનું સૌથી મોટું બીજા નંબરનું કોમર્સિયલ હબ માનવામાં આવે છે. ગુજરાતના વિકાસમાં સુરતનો ફાળો મહત્વનો રહ્યો છે. સુરતની ડાયમંડ અને ટેક્સ્ટાઇલ માર્કેટ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે.
સુરતના અભૂતપૂર્વ ફાળાને બીરદાવવા ભારતીય નૌકાદળના યુદ્ધજહાજને આઇએનએસ-સુરત નામ આપવામાં આવ્યું છે.સુરતના આ અભુતપૂર્વ યોગદાનને બિરદાવતા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજને આઇએનએસ-સુરત નામ આપવામાં આવ્યું છે. આઇએનએસ-સુરત પ્રોજેક્ટ 15B વિનાશકનું ચોથું જહાજ છે, જે P15A (કોલકાતા વર્ગ) વિનાશકની નોંધપાત્ર ઓવરઓલની શરૂઆત કરે છે અને તેનું નામ ગુજરાત રાજ્યની વ્યાપારી રાજધાની સુરત પરથી રાખવામાં આવ્યું છે. સુરત શહેરમાં સમૃદ્ધ દરિયાઈ અને જહાજ નિર્માણનો ઈતિહાસ છે અને શહેરમાં 16મી અને 18મી સદીમાં બાંધવામાં આવેલા જહાજો તેમના લાંબા આયુષ્ય (100 વર્ષથી વધુ) માટે જાણીતા હતા.
શું છે INS સુરત?
INS સુરત એક ગાઇડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધજહાજ છે. જેને બ્લૉક નિર્માણ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં બે અલગ-અલગ ક્ષેત્રોમાં નિર્માણ કરીને મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યું હતું. ‘સુરત’ પ્રોજેક્ટ 15B વિધ્વસંક સિરીઝનું ચોથું જહાજ છે. આઈએનએસ સુરતનું નામ ગુજરાતના મુખ્ય શહેરોમાંના એક અને ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરત પરથી પાડવામાં આવ્યું છે. આ યુદ્ધજહાજની ડિઝાઇન નૌકાદળના ડીએનડી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જ્યારે તેમનું બાંધકામ એમડીએલ, મુંબઈ ખાતે થયું છે. નોંધનીય છે કે 16મીથી 18મી સદી સુધી સુરત સમુદ્ર માર્ગે વ્યાપારનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. સાથે જ સુરત જહાજોના નિર્માણમાં અગ્રેસર ગણાતું હતું. સુરતના નિર્મિત જહાજો 100થી વધુ વર્ષોની આવરદા ધરાવતા હતા. આ બધી બાબતોને ધ્યાને લઈને આ યુદ્ધજહાજનું નામ ‘INS સુરત’ રાખવામાં આવ્યું છે. જે ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત છે.
2022માં કરાયું હતું લૉન્ચ
ઉલ્લેખનીય છે કે 17 મે, 2022ના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે મુંબઈના મઝગાંવ ડૉકયાર્ડ ખાતેથી ભારતીય નૌકાદળના બે યુદ્ધજહાજ આઈએનએસ સુરત અને આઈએનએસ ઉદયગિરી લૉન્ચ કર્યા હતા. આઈએનએસ સુરત P15B શ્રેણીનું ગાઇડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે, જ્યારે આઈએનએસ ઉદયગિરિ P17A કલાસનું સ્ટીલ્થ ફ્રિગેટ છે. જેમાંના એક યુદ્ધજહાજ ‘આઇએનએસ સુરત’નુ. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ થયુ છે.