ર૩ એકરમાં નિર્માણ પામેલા આધુનીક સુવિધાથી સજજ સંકુલનું પૂ. અપૂર્વમુનિ સ્વામી ઉદધાટન કરશે: ઉદધાટન સમારોહમાં ફિનલેન્ડનાં મી. પેટ્રી સાથે વાલીઓના વાર્તાલાપનું અને‚ આયોજન
ટ્રસ્ટીઓ લાભુભાઇ ખિમાણીયા, દર્શિતભાઇ જાની અને દિલીપભાઇ સિંહારના નવા સોપાનથી શિક્ષણ ક્ષેત્રે નવો અઘ્યાય ઉમેરાશે
આગામી રવિવારના રોજ રાજકોટની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા ઇનોવેટિવ સ્કુલની યશ કલગીમાં વધુ એક પિંછુ ઉમેરાવા જઇ રહ્યું છે. ઇશ્ર્વરીયા કાલાવડ રોડ ખાતે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કુલના ભવ્યાતિભવ્ય ઉદધાટન સમારોહ પૂ. અપૂર્વમુની સ્વામીના હસ્તે સવારે ૯ કલાકે રાખવામાં આવેલ છે.
ર૩ એકટનાં આ વિશાળ સ્કુલ કેમ્પસમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળશે ઇનોવેટિવ નામ મુજબનું જ આ અદભુત સંકુલ બનાવવામાં આવેલ છે. આ સંકુલમાં પ્રોજેકટ, ઓડિયો- વિઝયુઅલ લનીંગ ધરાવતા એ.સી. વર્ગ ખંડો છે. આ ઉપરાંત ભવ્ય લાયબ્રેરી, સાયન્સલેબ, મેથ્સલેબ જેવી પાયાની લેબોરેટરીઝ દ્વારા લર્નીગ બાય ડુઇંગ પઘ્ધતિ આત્મસાત થશે. ઇનોવેટિવ નામ હોય તો નવીન કંઇક હોય જ તે મુજબ જ પ્રથમ વખત જ મેકર્સ લેબ નો કોન્સેપ્ટ આ સ્કુલ લઇને આવી રહી છે. જેમાં વિઘાર્થીઓ લેગો- રોબોટીકસની સાથે સાથે મેકર્સલેબનો પણ ઉપયોગ કરીને અવનવી અને જરુરીયાતની વસ્તુઓ વાતે બનાવવા શીખશે અને ખરા અર્થમાં સ્કિલ ડેવોપમેન્ટનું કાર્ય કરાવવામાં આવશે.
ભણતરની સાથે સાથે વિઘાર્થીઓનો સર્વાગી વિકાસ થાય તે મુજબનું ટાઇમટેબલ બનાવવામાં આવેલ છે અને રોજની બે કે તેથી વધુ ભણવા સિવાયની ક્રિએટીવ એકટીવિટી પણ વિઘાર્થી આ કેમ્પસમાં અચૂક કરશે જેમાં આર્ટ-ક્રાફટરુમ, મ્યુઝિક રુમ, ડાન્સ એન્ડ પરફોસીંગ રુમ, જેવા જુદા જુદા વિભાગોમાં વિઘાર્થીઓ માર્ગદર્શન મેળવશે.
એક નવો જ અભિગમ અને નેમ સાથે આ સ્કુલના યુવા સંચાલકોએ આ સંકુલ બનાવેલ છે. અને તેથી જ ફિનલેન્ડની શિક્ષણ પઘ્ધતિ કે જે વિશ્ર્વભરમાં પ્રથમ હરોળની ગણાય છે. તે પઘ્ધતિ રાજકોટ ખાતે આ સ્કુલમાં આગામી જૂન થી શરુ થઇ જશે તે માટે ફિનલેન્ડથી ખાસ મી. પેટ્રી તા. ૧૮ થી ર૩ સુધી સારે રહી વિવિધ તાલીમો અને શિક્ષણ પઘ્ધતિનાં વર્ગો લઇ રહ્યા છે. અને ઉદધાટનના દિવસે તેઓ ખાસ ઉ૫સ્થિત રહેવાના છે અને વાલીઓ સાથે નવી શિક્ષણ પઘ્ધતિની ચર્ચાઓ કરી શકે તેવી વ્યવસ્થા પણ રાખેલ છે.
બાળકનાં શારિરીક વિકાસને ધ્યાને રાખીને સંસ્થાએ ખૂબ જ સરસ ‘ઈન્ડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ’ બનાવેલ છે. જેમાં બેડમિંગ્ટન, ટેબલ ટેનીસ, વિશાળ સ્વીમીંગ પુલની વ્યવસ્થા, બાસ્કેટ બોલ, કેરમ, ચેસ, જીમનાશ્યમ, કરાટે, યોગા સેન્ટર જેની વિવિધ સ્પોર્ટસની એકટીવીટી વિદ્યાર્થી વર્ષ આખું કરતા રહેશે તો સાથે સાથે રાઈ‚લ શુટીંગ ‚માં પણ અહીં આપને જોવા મળશે. ઈન્ડોર સ્ટેડિયમ તો બનાવ્યું જ છે પણ સાથો સાથ આઉટ ડોરમાં પણ ક્રિકેટ ગ્રાઉન્ડ, ફુટબોલ, વોલીબોલ, બાસ્કેટ બોલ, ટેનીસ, સ્કેટીંગરીંગ, કબ્બડી, ખો-ખો અને કુસ્તીના પણ અલગ-અલગ કોર્ટ બનાવવામાં આવેલ છે. જેથી આ સંસ્થા દ્વારા ભવિષ્યમાં રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક પ્રતિભાઓ તૈયાર થશે તેમાં સંચાલકોને લેશમાત્ર પણ શંકા નથી. આ ઉપરાંત નાના બાળકો માટે સુંદર મજાનું લેન્ડસ્કેપીંગ કરાયેલ છે જેમાં હિંચકા લપસીયા અને બધી જ રાઈડ્સ છે. સૌરાષ્ટ્રનું ઉતમ કહી શકાય તેવું ઓપન મીની એમ્ફીથીએટર પણ ત્યાં જોવા મળશે. એક અર્થમાં કહીએ તો બાળકોને મજા પડી જાય અને ખરા અર્થમાં તણાવમુકત અભ્યાસ અને સર્વાંગી વિકાસ થાય તેવું આ ભવ્ય શૈક્ષણિક સંકુલ રાજકોટનાં વિદ્યાર્થીઓ તથા વાલીઓને આવકારવા માટે થનગની રહ્યું છે.
આગામી તા.૨૨નાં રોજ આ સુંદર શૈક્ષણિક સંકુલનાં ઉદઘાટન સમારોહમાં પણ વિવિધતા જોવા મળશે. અલગ સાયન્સ ઝોનની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ સાયન્સની એકટીવીટી કરી રહ્યા હશે.સ્ટેજ પર વિદ્યાર્થીઓ દ્વારા લાઈવ સ્ટેજ પર્ફોમન્સ ચાલતા હશે રંગબેરંગી વાતાવરણ બનાવવામાં આવેલ છે સાથો સાથ ફિનલેન્ડમાં મી.પેટ્રી સાથે વાર્તાલાપ પણ આપ કરી શકશો. આ સંકુલ ખરેખર એક વખત જોવા જેવું છે તેમાં બે મત નથી. ઉદઘાટન સવારે ૯ થી ૧ તથા સાંજે ૪ થી ૭ સુધી રાખવામાં આવેલ છે.
આ ઉદઘાટન સમારોહમાં આપ સૌ જોડાશો તેવી લાગણી ટ્રસ્ટીઓએ વ્યકત કરેલ છે. સમગ્ર આયોજન સંસ્થાના ટ્રસ્ટી લાભુભાઈ ખીમાણીયા, દર્શિતભાઈ જાની, દિલીપભાઈ સિંહારના માર્ગદર્શન હેઠળ સંસ્થાના યુવા ટ્રસ્ટી નિરેનભાઈ જાની, વિવેકભાઈ સિંહાર તથા મયુરભાઈ ખીમાણીયા અને તેમની ટીમ પ્રિન્સીપાલ મોનાબેન રાવલ, ડો.અતુલભાઈ વ્યાસ, મોનીકા ચૌધરી વગેરે તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com