1990થી શરૂ થયેલી સંસ્થામાં 4900 પશુ-પક્ષીઓને અપાયું છે આશ્રય
કચ્છો ડો બારે માસ અવિરત દાન પુન પુણ્યશાળીઓની ભૂમિ ગણાતી કચ્છની ધરતી પર મુંદ્રા નજીકના પ્રાગપુર ખાતે ચાલત એન્કરવાલા અહિંસા ધામના સ્થાપના દિને નંદી સરોવર ખાતે અપંગ પશુઓના અભ્યારણનું ઉદધાટન કરાશે. એન્કરવાલા અહિંસાધામના સ્થાપના દિવસે નંદી સરોવર ખાતે અપંગ પશુઓ માટે અભ્યારણનું ઉદઘાટન કરાશે.
વર્ષ 1990માં જાદવજી રવજી ગંગરની પ્રેરણાથી એન્કરવાલા અહિંસા ધામ હાલમાં 4900 પશુ પક્ષીઓને આશ્રય આપનારી આ સંસ્થા સમગ્ર વિશ્વમાં ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર તરીકેની ખ્યાતિ મેળવી છે. આ સંસ્થા પાંચ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. સંસ્થાના મુખ્ય બે કેમ્પસ રહેલા છે, અહિંસાધામ વેટરનરી હોસ્પિટલ (સંકુલ) અને અહિંસા ધામ નંદી સરોવર. અહિંસાધામ નંદી સરોવર એ પશુ પક્ષીની રોજીંદી પાણીની જરૂરિયાતને સંતોષવા બનાવવામાં આવેલું માનવસર્જિત સરોવર છે.
આ સંસ્થાના સંકુલમાં મ્યુઝીયમ, મિનિ થિએટર, ઓડિટોરિયમ, ગોપાલ સ્મૃતિમંદિર, આઇ.સી.યુ. યુનિટ, દાજેલા પશુઓ માટે બર્ન વિભાગ, બાલવાટિકા, સાધુ સાધ્વી માટે ઉપાશ્રય, અંધ પશુઓ માટે આશ્રય જેવા વિભાગો આવેલા છે. અહિંસા ધામ સંસ્થાને વર્ષ 2008માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મહાવીર જીવદયા ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ વર્ષ 2011માં શ્રીમતી સ્મૃતિ ઈરાનીનાં હસ્તે સ્વર્ણિમ ગુજરાત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર (એન્કરવાલા અહિંસાધામ)ને 31 વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે દામજીભાઈ એન્કરવાલા, જાદવજીભાઈ એન્કરવાલા,મહેન્દ્રભાઇ સંગોઈ, હરેશભાઈ વોરા દ્વારા જાન્યુઆરીની 8 અને 9 તારીખે બે દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. કૃષિ, જળસંચય અને જીવદયાના વિષયોના નિષ્ણાતો માર્ગદર્શન આપશે. વિવિધ નવા વિભાગોના ઉદઘાટન કરાશે.શનિવાર, તા.8 જાન્યુઆરી, 2022ના રોજ એન્કરવાલા અહિંસાધામ,કચ્છ ખાતે ખેડૂત સંમેલન યોજાશે. જેમાં સંતોના આશીર્વચન બાદ ગ્લોબલ વિકાસ ટ્રસ્ટના મયંકભાઈ ગાંધી ખેડૂતોની આવક કેમ વધારવી, પાણી સંગ્રહ અને સમૂહમાં પાક વાવેતરમાં વધારો વિશે માર્ગદર્શન આપશે. હરેશભાઈ શેટ્ટી ખોરાકની નવી પદ્ધતિ વિશે પ્રવચન આપશે. પ્રમુખ સ્થાને સુનીલભાઈ ડુંગરશી ગાલા ઉપસ્થિત રહેશે.
શાંતિભાઈ ગુલેચા – મોટીવેટર (સાંતાક્રુઝ) , ડો. નિલેશ જાદવજી ગાલા – મેટ્રોપોલિસ (પરેલ-વડાલા), વિજયભાઈ લવચંદ વોરા – (મુલુંડ) , હિતેશભાઈ વિ. શાહ – દાતાશ્રી (સાંતાક્રુઝ), દામોદરભાઈ ભીમજી ભવાની (કચ્છી) સુરત, સુનિલ માનસિંગકા-ગૌવિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર, દેવલાપારા (નાગપુર), પરબતભાઈ ગોરસિયા – ગૌશાળા સંગઠન (કચ્છ), ચંદુભાઈ એમ. દોશી – સેક્રેટરી (વિલેપાર્લા સ્થાનકવાસી જૈન શ્રાવકસંઘ) ,હિરાલાલ પાલ – હિરાસન્સ (મલાડ), રાકેશભાઈ પાંડે – ધ્યાન ફાઉન્ડેશન (મુંબઈ) ,વ્રજલાલભાઈ પટેલ – (મહર્ષી દયાનંદ ફાઉન્ડેશન), સચીન ગુંજાલ – અથર્વ બિલ્ડર (પાર્લા) , સુશીલ જીવરાજકા – ચેરમેન ઘખઈ ઙજ્ઞૂયિ (અર્થન ગ્રુપ) વગેરે અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. બપોરે 3-00 કલાકે નંદી સરોવર ખાતે 5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ કરાશે.
રાજયોગી બ્રહ્મકુમારી સુશીલા દીદી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત અપંગ પશુ માટે અભયારણ્ય, પાણીનો ટાંકો, કાર્યાલય, જૈન ભોજનશાળા, પશુ અભ્યારણ્ય જેવા વિવિધ વિભાગોનું ઉદ્ઘાટન સુનીલભાઈ ગાલા, મહેન્દ્રભાઈ છેડા (પ્રિન્સ), ડો. નિલેશ ગાલા, તુષારભાઈ ઠક્કર, જયંતભાઈ છેડા (પ્રિન્સ ગ્રુપ), મયંક ગાંધીના હસ્તે કરાશે. સાંજે 8 કલાકે એન્કરવાળા અહિંસાધામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં વક્તા તરીકે નવીનભાઈ બાપટ (ભુજ) અને ઉમેશભાઈ થાનકી (જામનગર) ઉપસ્થિત રહેશે. જેના અતિથિ વિશેષ તરીકે કુંવરભાઈ નારદાણી(કેરા-મુમ્બાસા) બિમલ ભૂતા (સેક્રેટરી બીજેપી , મુંબઈ) , ઈઅ સંજયભાઈ ગુપ્તા(ગોરેગામ) ઉપસ્થિત રહેશે. સમારોહના પ્રમુખ સ્થાને બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, અતિથિ વિશેષ જયસુખભાઈ વાઘજીયાણી ઉપસ્થિત રહેશે.
રવિવાર તા. 9/1/2022ના રોજ વિવિધ ઉદઘાટનો થશે. સમારોહના પ્રમુખ તરીકે જયંતભાઈ છેડા (દાદર- ડોણ) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વક્તા તરીકે પૂ.નિખિલભાઈ હરિયા ફાઉન્ડર તત્વમ માયસ્ટિક ફાઉન્ડેશન (દેવલાલી-દેવપુર) અને ગોપાલભાઈ સુતરીયા કેન્સરમુક્ત ખેતી (બંસી ગૌ શાળા- અમદાવાદ) ઉપસ્થિત રહેશે. રવિવારે અહિંસા ઍવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં, મયંકભાઇ ગાંધી, ગ્લોબલ વિકાસ ટ્રસ્ટ (ખાર) સમાજ સેવક,કમલેશભાઇ આર. શાહ (ઘાટકોપર માંડવી) જીવદયા પ્રેમી ,ત્રીવેણી બાલક્રિષ્ના આચાર્ય, પ્રમુખ રેસ્ક્યુ ફાઉન્ડેશન (કાંદિવલી-મુંબઇ) ,નેહાબેન દ્વારકેશભાઇ પટેલ પ્રમુખઅગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશન (વડોદરા-ગુજરાત), હેમેન્દ્રભાઇ જણસારી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ (ભુજ) મંત્રીને અહિંસા ઍવોર્ડ આપવામાં આવશે.
નિખિલભાઈ હરિયા અને ગોપાલભાઈ સુતરિયા પ્રવચનો આપશે. આ કાર્યક્રમમાં બંને દિવસ ગૌ આધારિત ખેતી, પંચગવ્ય, સાત્વિક પારંપરિક વસ્તુઓનું પ્રદર્શન અને સ્ટોલ રાખવામાં આવેલ છે. આ બે દિવસીય કાર્યક્રમમાં કરુણા ફાઉન્ડેશન-એનિમલ હેલ્પલાઈન,રાજકોટનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઈ ઠક્કર, ધીરેન્દ્ર કાનાબાર, રમેશભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહેશે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વિજયભાઈ ડોબરિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બે દિવસના સૌજન્ય દાતાઓ મંજુલાબેન મહેન્દ્ર સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ, શાંતિલાલ રતનશી પટેલ અને ડો. હિરલ શાહ અને શિવભાઈ શાહ (બોરીવલી) છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા મહેન્દ્રભાઈ સંગોઈ, હરેશભાઈ વોરા તેમજ અન્ય જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી માટે દામજીભાઈ એન્કરવાલા, જાદવજીભાઈ એન્કરવાલા, મહેન્દ્ર સંગોઈ (મો.9821151364), અમૃત છેડા(મો.9892 561998), મણિલાલ ગાલા (મો.9821166060), હરેશ વોરા (મો.9821160529) મૂલચંદ છેડા (મો.98219 11299) કિરીટ સાવલા (મો.9869651965)નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.