- વિદ્યાર્થીઓ એકાઉન્ટન્ટની ઉત્પતિ-વૃધ્ધિ વિશે માહિતગાર થાય તે હેતુસર
- મ્યુઝિયમમાં ઐતિહાસીક સમયગાળાનાં દસ્તાવેજો, હસ્તપત્રો, ફોટોગ્રાફસ ઈ.સ.1929ની જુની બેલેન્સ શીટ્સ સહિતના સાહિત્યો મુકવામાં આવ્યા
આત્મીય યુનિવર્સિટી અને ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા તેમજ વેસ્ટર્ન ઈન્ડિયા રિજન કાઉન્સિલ દ્વારા ગુજરાતનાં પ્રથમ એકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન આત્મીયનાં યુનિવર્સિટીનાં વાણિજ્ય વિભાગ ખાતે થયું.
કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાથીઓને આગળ અભ્યાસ માટે આ અગાઉની હિસાબી પદ્ધતિ જાણવા અને સમજવામાં મદદ મળી રહે તેમજ વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓ એકાઉન્ટિંગની સફરમાંથી સરળતાથી પસાર થઈ શકે એ હેતુથી આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતમાં એકાઉન્ટન્સી પ્રથાઓ પ્રદર્શિત કરે છે તેમજ મ્યુઝિયમના પ્રદર્શન પર દુર્લભ વસ્તુઓનો સંગ્રહ ભારતના હિસાબી અને વ્યવસાયિક વ્યવસાયની ઉત્ક્રાંતિને દર્શાવે છે.
આ મ્યુઝિયમમાં ઐતિહાસિક સમયગાળાનાં દસ્તાવેજો, હસ્તપ્રતો, ફોટોગ્રાફ્સ તેમજ 1929ની જૂની બેલેન્સ શીટ્સ, આઈ.સી.એ.આઈ સંસ્થાની પ્રથમ બેલેન્સ શીટ, આઈ.સી.એ.આઈ સંસ્થાનો પ્રથમ કાઉન્સિલ રિપોર્ટ, કુબેર, ચાણકીઓ અને એકાઉન્ટન્સીના પિતા લુકા પેસિઓલીના થોડાં શિલ્પો, પ્રાચીન એકાઉન્ટ્સ સંગ્રહાલયના અમુક ભાગો વગેરે વસ્તુઓ મુકવામાં આવી છે જે ઇતિહાસના વિવિધ તબક્કામાં એકાઉન્ટન્સીની સ્મૃતિ દર્શાવે છે.
મ્યુઝિયમનાં ઉદ્ઘાટન પ્રસંગે આત્મીય યુનિવર્સિટી નાં પ્રેસિડેન્ટ પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી, વાઇસ ચાન્સેલર ડો. શિવકુમાર ત્રિપાઠી, લીડરશિપ ટીમ તેમજ ફેકલ્ટી ઓફ બીઝનેસ એન્ડ કોમર્સનાં ડીન ડો. વિશાલ ખાસગીવાલા, એચઓડી ડો. જયેશ ઝાલાવડિયા, કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગના ફેકલ્ટી સભ્યો તેમજ આઈ.સી.એ.આઈ, વર્તમાન મેનેજિંગ કમિટી તરફથી મિતુલ મહેતા (ચેરપર્સન), તેજસ દોશી (વાઈસ ચેરપર્સન), રાજ મારવાણીયા (સચિવ), અને તેમની સાથે વરિષ્ઠ અને ભૂતકાળના અધ્યક્ષ એટલે કે બકુલ ગણાત્રા, અભિષેક દોશી, જીજ્ઞેશ રાઠોડ, વિનય સાકરીયા વગેરે મહાનુભાવોના હસ્તે એકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું.