શહેરમાં વસતા કડવા પાટીદાર પરિવારની વિગતોનો ડેટાબેઇઝ તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં
ધો.૧૦ ગુજરાતી માઘ્યમના વિઘાર્થીઓને વિજ્ઞાન-ગણિત વિષયનું ઓનલાઇન શિક્ષણ
કોરોનાની પ્રવર્તમાન મહામારીને પગલે શાળાઓ બંધ છે. અને વર્ગખંડનું અઘ્યાપન કાર્ય શકય નથી ત્યારે સ્વનિર્ભર શાળાના સક્ષમ વિઘાર્થીઓ ઓનલાઇન શિક્ષણ ધરાવે છે પરંતુ અન્ય વિઘાર્થીઓ પણ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ઉમિયા માતાજી સંસ્થાન (ઉમિયા ધામ) રાજકોટ અને પટેલ પ્રગતિ મંડળ (ફિલ્મ માર્શલવાડી) ના સહયોગથી પટેલ સેવા સમાજ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) દ્વારા શિક્ષણ મહાયજ્ઞનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગતો આપતા સંસ્થાના પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફિલ્મ માર્શલ) એ જણાવ્યું હતું કે, પટેલ સેવા સમાજે હંમેશા જ્ઞાતિ-જાતિથી પર રહી આર્થિક દ્રષ્ટિ એ નબળા વર્ગની ચિંતા કરી મદદરુપ થવા પ્રયાસ કર્યો છે. પ્રવર્તમાન સમયમાં આવા વર્ગના વિઘાર્થીઓ પણ અમૂલ્ય શિક્ષણથી પ્રવર્તમાન સમયમાં વંચીત ન રહે તે માટે સંસ્થાએ સર્વજ્ઞાતિય શિક્ષણ મહાયજ્ઞ નો પ્રારંભ કર્યો છે. ધો.૧૦ ના ગુજરાતી માઘ્યમના વિઘાર્થીઓને ઓનલાઇન શિક્ષણ નિપૂણ શિક્ષકો દ્વારા નિ:શુલ્ક મળી રહેશે. ધોરણ ૧૦ ના બે મહત્વના વિષયો ગણિત અને વિજ્ઞાન માટે નિષ્ણાંત શિક્ષકો અઘ્યાયન કાર્ય કરાવશે.
વિઘાર્થીઓ સપ્તાહ દરમિયાન કશીક શૈક્ષણિક પ્રવૃતિમાં રોકાયેલા હોય છે તે ઘ્યાને લઇ દરેક રવિવારે આ ઓનલાઇન શિક્ષણ અપાશે. કડવા પાટીદાર અને અન્ય જ્ઞાતિના નિપૂણ શિક્ષકોએ આ માટે નિ:શુલ્ક સેવા આપવાનું સ્વીકારીને સંસ્થાની પરોપકાર ભાવનાને વધુ બળ આપ્યું હોવાનું પણ પ્રમુખે જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યુ હતું કે ધો.૧૦ ના બે વિષયો માટે શિક્ષણ શરુ થયું છે. ભવિષ્યમાં બાકીના વિષયો આવરી લેવાનું આયોજન છે તે જ રીતે ધો.૧ર ના વિઘાર્થીઓને ઓનલાઇન શિક્ષણ માટેની રુપરેખા તૈયાર થઇ રહી છે.
આ તમામ પરિવાર સુધી ઉમીયા માતાજી મંદિર નિર્માણની કામગીરીની વિગતો સંસ્થાના સામાજીક, શૈક્ષણિક, આરોગ્ય લક્ષી, કાર્યક્રમોની વિગતો તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની વિગતો માત્ર એક જ કલીક થી સમાજ સુધી પહોચાડી શકાય તે માટે ટેકનોલોજીના ઉપયોગથી રાજકોટમા વસતા કડવા પાટીદાર પરિવારની વિગતોનું ડીજિટલાઇઝેશન કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
વધુમાં કહ્યું હતું કે સાથો સાથ સૌરાષ્ટ-ગુજરાતમાં અનેક કડવા પાટીદાર સંસ્થાઓ વિવિધ સેવાયજ્ઞ નિરંતર કરી રહી છે. આ વિગતોનો ડેટાબેઇઝ તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આવા ડિજીટલાઇઝેશનને કારણે માહીતીના યુગમાં તમામ પરિવારો સુમાહિતગાર રહેશે જેના કારણે સામાજીક એકતા પણ વધુ મજબુત બનશે.