ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપીએ લીગલ લીટરસી ક્લબનો મુખ્ય હેતુ બાળકોમાં કાનૂની જાગૃતતા અને કાનૂની શિક્ષણ પ્રાથમિક તબક્કો છે તેમજ બંધારણની આર્ટીકલ હેઠળ મળેલા મૂળભૂત ફરજો સમજાવી હતી

રાજકોટ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા રાજકોટની એ એસ ચૌધરી હાઈસ્કુલ ખાતે સ્કુલ લીગલ લિટરેસી કલબ નું ઉદ્ઘાટન કરાયું હતું. લિટરેસી કલબ ના માધ્યમ થી નવયુવાનો ને કાયદા નું જ્ઞાન આપીને ભારતીય બંધારણ વિશે સમજણ આપવામાં આવશે. આ તકે રાજકોટ ડિસ્ટ્રીકટ ના પ્રિન્સિપાલ જજ તેમજ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ ના ચેરમેન કુમારી ગીતા ગોપી, અધિક સિનિયર સિવિલ જજ એચ.વી. જોટાણીયા એ ખાસ હાજરી આપી હતી. ઉપરાંત રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ નવીનભાઈ ઠક્કર, ચૌધરી હાઇસ્કુલના આચાર્ય અશોકભાઈ બાણુંગરીયા પણ હાજર રહ્યા હતા.

સ્કુલ લીગલ લિટરેસી ક્લબ ના ટીચર ઇન્ચાર્જ તરીકે લાઈબ્રેરીયન દિલીપભાઈ ક્લોલા ની નિમણૂક કરવામાં આવી છે. સ્કુલ લીગલ લિટરેસી કલબનું ઉદ્ઘાટન પ્રિન્સિપાલ જજ કુમારી ગીતા ગોપી ના હસ્તે કરીને ખુલ્લું મુકાયું હતું. આ તકે તેમણે નવયુવાનો ને ભારતના નાગરિકો ના બંધારણીય હકો તેમજ ફરજો વિશે સમજણ આપી હતી.

inauguration-of-country-constitution-club-at-choudhary-high-school
inauguration-of-country-constitution-club-at-choudhary-high-school

તેમણે જણાવ્યું હતું કે આ લિટરેસી કલબ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે આપણી ભાવિ પેઢી નો એક શ્રેષ્ઠ નાગરિક તરીકે વિકાસ થાય અને તેમાં જિલ્લા કાનૂની સેવા સતા મંડળ તરફથી દર અઠવાડિયે પેરાલીગલ વોલાન્ટિયર દ્વારા એન્ટી રેગીંગ, સ્ત્રી ભ્રુણ હત્યા, સ્વચ્છતા, પોકસો જેવા જુદા જુદા વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

inauguration-of-country-constitution-club-at-choudhary-high-school
inauguration-of-country-constitution-club-at-choudhary-high-school

તેમણે ભારતના નાગરિક ને આપવામાં આવેલી બંધારણીય હક અને ફરજ ની સમજણ વિશે કહ્યું હતું કે ભારત ના નાગરિક ને હાલ ભારત ના બંધારણ વિશે સજાગ થવાની ખૂબ આવશ્યકતા છે જેના માટે અમે આજે લિટરેસી કલબ ની શરૂઆત કરી છે જેથી આવનારી પેઢીને કાયદાઓ વિશે જાગૃત કરી શકાય.

inauguration-of-country-constitution-club-at-choudhary-high-school
inauguration-of-country-constitution-clinauguration-of-country-constitution-club-at-choudhary-high-schooligh-school

તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે જો બંધારણની જોગવાઈઓ વિશે આપણે સજાગ નહીં બનીએ તો જ્ઞાનના અભાવે સમાજ માં અવ્યવસ્થા ઉભી થશે જેથી કાયદાનું ભાન અતિ આવશ્યક છે.

inauguration-of-country-constitution-club-at-choudhary-high-school
inauguration-of-country-constitution-club-at-choudhary-high-school

ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ અને જિલ્લા કાનૂની સેવા સતા મંડળ રાજકોટના ચેરમેન ગીતા ગોપીએ જણાવ્યું હતું કે, લીગલ લીટરસી ક્લબનો મુખ્ય હેતુ બાળકોમાં કાનૂની જાગૃતતા આવે અને તેમને કાનૂની શિક્ષણનું સિંચન પ્રાથમિક તબક્કામાં થાય અને તેઓ કાયદાનું પાલન કરનાર વ્યક્તિ તરીકે વિકાસ થાય તેમજ સમાજના વિશાળ વર્ગને આવરી લઇ જે લોકો કાનૂની હક્કથી વંચિત રહી ગયેલા હોય તેઓના કાયદાકીય અને માનવીય હક્કનું રક્ષણ કરી શકે તેવા સક્ષમ નાગરિક તૈયાર કરવાના છે. વધુમાં શાળાના વિદ્યાર્થીઓને બંધારણના આર્ટીકલ ૫૧(એ) હેઠળ આપવામાં આવેલા મૂળભૂત ફરજો વિશે સમજાવવામાં આવ્યા હતા.

કાયદાનું માર્ગદર્શન અબતકમિડીયાના સથવારે પૂરૂરૂ પાડીશું: એચ.વી. જોટાણીયા

inauguration-of-country-constitution-club-at-choudhary-high-school
inauguration-of-country-constitution-club-at-choudhary-high-school

આ તકે અધિક સિનિયર સિવિલ જર્જ એચ.વી. જોટાણીયાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે લોકોની તેમજ ખાસ યુવા પેઢીને ભારતીય બંધારણની જોગવાઈઓ તેમજ હકો અને ફરજો વિષે જાગૃતતા લાવવા તેઓ ખાસ અબતક મિડીયાના માધ્યમથી લોકો સુધી કાયદાનું માર્ગદર્શન પહોચાડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.