રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસો. અને ગુજરાત સ્વિમિંગ એસો.ના સહયોગથી ર4 જાન્યુઆરી સુધી એક્રોલોન્સ કલબમાં આયોજન
જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સટીટયુશન્સની જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન, રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસો. અને ગુજરાત સ્વિમિંગ એસો અને એક્રોલોન્સ કલબના સહયોગથી તા. 21 થી 24 જાન્યુઆરી 2023 દરમિયાન રાજકોટના આંગણે યોજાયેલ એક્રોલોન્સ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સી. બી. એસ. ઈ.) સ્વિમિંગ ચેમ્પિયનશીપનો ધમાકેદાર પ્રારંભ આજે તા. 21 જાન્યુઆરીના રોજ સવારે 08:30 કલાકથી રાજકોટના સરદાર પટેલ સ્વિમિંગ પૂલ ખાતે થયો છે. જેમાં દેશ-વિદેશની સી.બી.એસ.ઇ ની શાળાઓમાં અભ્યાસ કરતાં 1200 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે.
સ્પર્ધામાં ભાગ લેવા આવનાર તમામ ખેલૈયાઓ, સ્પર્ધકો સાથે 50 થી વધુ ઓફીશ્યલ્સ અને રેફ્રીઝની રહેવા, જમવા અને ટ્રાન્સ્પોર્ટેશનની તમામ સુચારુ વ્યવસ્થા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની સ્પોર્ટસ હોસ્ટેલ્સ તથા રાજકોટની 25 થી વધુ હોટેલ્સમાં જીનિયસ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર રાજય અને દેશના વિવિધ ભાગોમાંથી ટેકલીકલ પર્સન્સ, કોચ અને પ્લેયર્સના મેનેજર તેમના સ્પર્ધકોને માર્ગદર્શન આપવા માટે ખાસ પધાર્યા છે. દેશ-વિદેશના અલગ અલગ ભાગોમાંથી આવનાર સ્પર્ધકોના પરિવારજનો અને સમર્થકો આ સ્પર્ધાને માણી શકે તે માટે લાઈવ પ્રસારણની વ્યવસ્થા પણ જીનિયસ ગ્રુપ દ્વારા સંસ્થાની જીનિયસ કનેકટ (https://www.youtube.com/geniusconnect3683) યુટયુબ ચેનલ પરથી કરવામાં આવી છે.
આ સ્વિમિંગ ચેમ્પિયનશીપનું ઉદ્ઘાટન તા. 21 જાન્યુઆરીના રોજ સાંજે 04:00 કલાકે રાજયની કેબિનેટના સામાજીક ન્યાય અને અધિકારીતા – મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા ના વરદ હસ્તે કરવામાં આવશે. રાજકોટના તમામ ધારસભ્યઓ ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ઉદયભાઇ કાનગડ, સાંસદ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશાનના મેયર ડો. પ્રદિપભાઇ ડવ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પૂષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ કમીટી ચેરમેન પરેશભાઇ પીપળીયા, મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા, જાણીતા ઉધોગપતી અને બાન લેબ્સના મૌલેશભાઇ ઉકાણી, સૌ. યુનિ.ના વાઇસ ચાન્સેલર ગીરીશભાઇ ભિમાણી, ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર , રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસો. ના પ્રમુખ ઉમેશભાઇ રાજયગુરુ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના અધિકારી એ.પી.બારૈયા, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સેક્રેટરી ભટ્ટ વીગેરે મહાનુભાવો આ ભવ્ય ઉદ્દઘાટન સમારંભમાં હાજર રહી પ્રતિયોગીઓનો ઉત્સાહ વધારશે. સમગ્ર ઇવેન્ટના સફળ આયોજન માટે જીનિયસ ગ્રુપના ચેરમેન તથા નેશનલ સ્વિમિંગ ચેમ્પીયનશીપ ઇવેન્ટના ચેરમેન ડી. વી. મહેતા, ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડિમ્પલબેન મહેતા, ઇવેન્ટ કો-ઓર્ડીનેટર શ્રી મનિન્દર કેશપ, જોઇન્ટ સેક્રેટરી દર્શનભાઇ પરીખના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સીપલ, હેડ, ફેકલ્ટીસ અને સ્ટાફ મિત્રો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. રાજકોટની સમગ્ર જનતા આ રાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટ નિહાળવા અને માણવા તેમજ દેશ વિદેશમાંથી રાજકોટમાં પોતાની પ્રતિભા દેખાડવા અવતા સ્પર્ધકોને પ્રોસ્તાહિત કરવા જીનિયસ ગ્રુપ દ્વારા સૌ નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવે છે.
ર0થી વધુ દેશોની શાળાનાં 1200 વધુ વિઘાર્થીઓએ સ્પર્ધામાં લીધો ભાગ: ડી.વી.મહેતા
આ અંગે વધુ માહિતી આપતા જીનિયસ ગ્રુપના ચેરમેન અને નેશનલ સ્વિમિંગ ચેમ્પીયનશીપ ઇવેન્ટના પણ ચેરમેન શ્રી ડી. વી. મહેતાએ જણાવ્યું કે આ નેશનલ લેવલની સી.બી.એસ.ઇ સ્વિમિંગ ચેમ્પિયનશીપનું પ્રથમ વખત આયોજન કરવાનું સૌભાગ્ય રાજકોટને પ્રાપ્ત થયું છે. જે માટે રાજકોટની જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાન પદે સમગ્ર આયોજન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.
તા.21 જાન્યુઆરીથી શ્રી સરદાર પટેલ સ્વિમિંગ પૂલ ખાતે આરંભ થયેલ આ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ભારતના જ નહી પરંતુ સી.બી.એસ.ઇ બોર્ડ સંચાલીત શાળાઓ જે આફ્રીકન અને ગલ્ફ દેશોમાં છે ત્યાંથી પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના અન્ડર 11, અન્ડર 14, અન્ડર 17 અને અન્ડર 19 વયજુથના 1200 થી વધુ તરવૈયાઓ રાજકોટના આંગણે આવ્યા છે. આ આયોજનમાં રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન, રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસો. અને ગુજરાત સ્વિમિંગ એસો.નો ખુબ સારો સહયોગ સાંપડી રહ્યો છે.