- આધુનિક હોસ્પિટલ સાથે શ્રેષ્ઠ સુવિધા હવે ઘર આંગણે
- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો રહેશે ઉ5સ્થિત: એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, બાયપાસ તેમજ હૃદ્યના વાલ્વ બદલાવવાની સુવિધા ઉપલબ્ધ
પટેલ સેવા સમાજ સંચાલિત માતૃશ્રી કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ આટકોટ કે જેમનું લોકાર્પણ એક વર્ષ પહેલા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના હસ્તે થયું હતું. આ હોસ્પિટલનું સંચાલન ડો.ભરતભાઇ બોઘરાના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યું છે.
હોસ્પિટલ ખાતે બે નવા મોડ્યુલર ઓપરેશન થીયેટર તેમજ હૃદયરોગ વિભાગ (કેથલેબ)નું લોકાર્પણ તા.07/06/2023 ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને થવાનું છે.
હવેથી આટકોટ જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ એન્જીયોગ્રાફી (હૃદ્યની બ્લોકેજ નળીની તપાસ), એન્જીયોપ્લાસ્ટી (હૃદ્યની બ્લોકેજ નળીમા સ્ટેન્ટ મુકવાની સુવિધા), બાય પાસ સર્જરી, બાળકોમા હૃદયમાં કાણા ની સર્જરી, હૃદયના અનિયમિત ધબકારાની પેસમેકર દ્વારા સારવાર, હૃદયના વાલ્વ બદલાવાવની સુવિધા મળશે.
એક વર્ષની અંદર 58000 ઓ.પી.ડી. 4100 સફળ સર્જરી, 3250 ડાયાલીસીસ, 7000 દર્દીઓને ઇમરજન્સી સારવાર, 300 જેટલા ગોઠણના સાંધા બદલાવવાના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. પેટમાં રહેલ 10 કિલોની ગાઠનું સફળ ઓપરેશન પણ કરવામાં આવેલ છે. આ હોસ્પિટલ ગરીબ લોકો માટે આરોગ્યનું ધામ બન્યુ છે.
હોસ્પિટલમાં ઇમરજન્સી, આ.ઇ .સી.યુ . નવજાત શિશુ માટે એન.આઇ.સી.યુ., સીટી સ્કેન, સોનોગ્રાફી, ફિજીયોથેરાપી, ડેન્ટલ, કેન્સરજન્ય બાયોપ્સીના નિદાન માટે લેબોરેટરી, એન.સી.વી., ઓડિયોમેટ્રિ, એકસરે, 2ઉ ઊઈઇંઘ,ઝખઝ, જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
તેમજ દરેક પ્રકારના જટિલ ઓપરેશન જેવા કે કાન-નાક-ગળા, પેટ તથા આંતરડા, કીડનીમા પથરી, પ્રોસ્ટેટ, હાડકા, ગર્ભાશયની કોથળી જેવા દરેક પ્રકારના જટિલ ઓપરેશન દૂરબીન(લેપ્રોસ્કોપી) થી કરવામાં આવે છે. તેમજ નોર્મલ ડીલીવરી, હાય રિસ્ક ડીલીવરી, સીજેરિયન. આ ઉપરાંત હોસ્પિટલમાં હૃદયરોગ હુમલો, ઝેરી દવાની અસર, સર્પ ડંખ, ઝેરી કમળો, આચકી વાહન અકસ્માત જેવી ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ છે. તેમજ 800 ગ્રામ જેટલું વજન ધરાવતા નવજાત શિશુની સારવાર પણ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે.
ડાયાલીસીસ માટે જર્મન ટેકનોલોજીનું. ઋયિતયક્ષશીત મશીન, પેટના ઓપરેશન માટે જિુંસયિ કંપનીનું લેપ્રોસ્કોપી (દૂરબીન), હૃદયની બાયપાસ સર્જરી માટે હાર્ટલંગ મશીન, એન્જીયોગ્રાફી-એન્જીયોપ્લાસ્ટી માટે જાપાનની ટેકનોલોજી વાળું જવશળફમુી કંપનીનું મશીન, સિટીસ્કેન માટે જશયળયક્ષત કંપનીનું મશીન આવા અદ્યતન મશીનો તેમજ મોડ્યુલર ઓપરેશન થિયેટર હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે.હોસ્પિટલમા આયુષ્માન ભારત યોજના અંતર્ગત આવતી તમામ સારવાર દર્દીઓને ફ્રી મા મળશે.
નાત – જાત – ધર્મના ભેદભાવ વિના માનવ સેવાનો યજ્ઞ શરૂ કર્યા છે: ડોે. ભરત બોઘરા
પ્રદેશ ભાજપ અને કેડીપી હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ બોઘરા એ ફરીથી લોકોના આશીર્વાદ રૂપે એક નવો જ વિભાગ ત્થા લેબ અને સાથે ઓપરેશન થિયેટર માં દરરોજ હજારો લોકો માટે એક આસાનું કેન્દ્ર બની રહ્યું છે કે ડી પી હોસ્પિટલ ત્યારે લોકોને શું સંદેશો આપશો? આ વિસ્તારના લોકોને રાજકોટ જવાની જરૂર નહીં રહે તેવા પ્રશ્નમાં ડોક્ટર ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે ચોક્કસ લોકોના આશીર્વાદ અને તમામ દાતાઓના સહયોગથી આટકોટના કેડીપી હોસ્પિટલમાં મેં એક વર્ષ પૂરું કર્યું છે એક વર્ષના સમયગાળા દરમિયાન 58,000 દર્દીઓની ઓપીડી જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું 4100 સર્જરી કરી દરરોજ ની 25
સર્જરીની ક્ષમતા હતી પણ અમારી પાસે 200થી વધુ સર્જરીનું વેઇટિંગ લિસ્ટ રહેતું હતું એટલે બીજા બે નવા મોડ્યુલર ઓટી બનાવ્યા સાતમી તારીખે લોકાર્પણ છે સાથે લેબ નું નિર્માણ કર્યું છે હૃદય રોગને લગતા વ્યક્તિઓ મોટા પ્રમાણમાં આ વિસ્તારમાંથી આવે છે ત્યારે આ જરૂરિયાતોને ધ્યાને લઈ હવે મને કહેતા આનંદ થશે કે અહીં એન્જોયગ્રાફી એન્જો પ્લાસ્ટિ બાયપાસ સર્જરી હૃદય ની અંદર વાલની સમસ્યા નું નિવારણ ઈલાજ હૃદયનું કાણું હૃદયની દીવાલ જાડી પાતળી થતી હોય હૃદય ને લગતી કોઈપણ મુશ્કેલીઓનું નિવારણ નહીં થશે મારી પાસે કેથલેબની સાથે હૃદય રોગ અંગે ના ઓપરેશન થિયેટર ચેતન ઓપરેશન થિયેટર અને હૃદયની તમામ સારવાર અહીં ક્લિક થશે ઈશ્વર પાસે પ્રાર્થના કરીશ કે અહીંના લોકો બીમાર ઓછા પડે અને અમારો પ્રયત્ન રહેશે કે અમે અધ્યતન સારવારની સેવા લોકોને પૂરી પાડશું પ્રશ્ન લોકો માટે લોકો દ્વારા ચાલતી હોસ્પિટલ છે હું તો માત્ર નિમિત બન્યો છું અમે અહીં નાતી જાતિના ભેદભાવ વગર રાજકીય પક્ષના દોરી સંચાર વિના માત્ર અને માત્ર માનવસેવા ના ભેખ સાથે આ યજ્ઞ ચાલુ કર્યું છે