પ્રોજેકટ ચેરમેન ડો. કમીલા લુડવીકોસ્કા, આઇસીસીઆરના રિઝનલ ડિરેકટર જીગર ઇમાનદાર, ડેનીશ પટેલ, મોહિત પટેલ સહિતનાઓની ઉ૫સ્થિતિ
રાજકોટની પ્રખ્યાત આર.કે. યુનિવર્સિટી ખાતે કેપેસીટી બિલ્ડીંગ સેન્ટરનું ઉદધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસ્ટાબ્લીશમેન્ટ ઇન ઇન્ડીયાના પ્રોજેકટ મેનેજર ડો. કમીલા લુડવીકોસ્કા આઇ.સી.સી. આર ના રીઝનલ ડીરેકટર જીગર ઇનામનદાર તથા ડેનીસ પટેલ, મોહીત પટેલ ઉ૫સ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. કમીલા લુડવીકોસ્કા એ પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતું. કાર્યક્રમમાં બહોળી સંખયામાં શિક્ષકો તથા વિઘાર્થીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
સીબીસીનો મુખ્ય હેતુ હાયર એજયુકેશનમાં ભણતરની કવોલીટી ઉપર લાવવાનો: કમલેશ પટેલ
અબતક સાથેની વાતચીત દરમિયાન આર.કે. યુનિ. ના આસિસ્ટન્ટ પ્રોફેસર તથા ડાયરેકટર ઓફ સી.બી. સી. (કેપેસીટી બીલ્ડીંગ સેન્ટર) ના કમલેશ પટેલએ જણાવ્યું હતું કે સીબીસીનો મુખ્ય હેતુ એ છે કે હાયર એજયુકેશન મૉ ભણતરનો કવોલીટી ને ઉપર કેવી રીતે લાવી શકાય તે માટે અમને અહિયા ટ્રેઇન કરવામાં આવ્યાં છે. અમને આ પ્રોજેકટ અંતર્ગત યુરોપીયન યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યો હતો. ત્રણ વર્ષના અંતે પ્રોજેકટના એક ભાગરુપે આ કેપેસીટી બિલ્ડીંગ સેેન્ટરનું આયોજન એસ્ટાબિલીસ કરવામાં આવ્યું છે. કે જેમાં આર.કે. યુનિ. ના અઘ્યાપકો અને સરાઉન્ડીંગ રીજીયનમાં સ્કુલસ તથા કોલેજીસના શિક્ષકો પ્રોફેસરોએ ટ્રેઇન કરવાનો હેતુ છે. સીબીસી સેન્ટરમાં ખાલી ટ્રેનીંગ આપવી મહત્વની નથી બીજા પણ ઘણા આસ્પેકટસ છે. જેમાં તે લોકોને ગાઇડન્સ જોતું હોય તો તે પણ મેળવી શકે. આ ટ્રેનીંગમાં અમને ઘણા બધા વર્કશોપસ કરાવેલા છે. જેમાં એક વખત ટ્રેનીંગ કર્યા બાદ વારંવાર એકની એક વસ્તુ ન કરવી પડે તો તેને કંઇ રીતે સમયનો
ઉપયોગ કરી શકો. તે માટેના વર્કશોપ કરાવો હોય તો તે પણ કરાવી શકાય. ૨૦૧૯-૨૦ દરમિયાન અમે ર૦ જેટલા પ્રોગ્રામનું આયોજન કરેલ છે. જેમાં આર.કે. યુનિ. અને સરાઉન્ડીંગ સ્કુલસ અને કોલેજીસના પ્રઘ્યાપકો શિક્ષકો આવીને અટેન કરી શકે છે.
જે સ્કુલ વધારે ઇનિસીએટીવ લઇને શિક્ષણનું સ્તર ઉપર લાવવા માંગતા હોય તે લોકો અહિયા ન આવી શકતા હોય તો તે લોકો સીબીસીને મેલ તથા કોન્ટેકટ કરીને ટ્રેનીંગ તેમના ઓર્ગેનાઇઝેશનમાં તથા સ્કુલમાં કરી શકે છે.
એકમાત્ર આર.કે. યુનિ. જે યુરોપિયન એજયુકેશન સાથે સંકળાયેલી: ડો. કમીલા
અબતક સાથેની વાતચીત દરમિયાન ડો. કમીલા લુડવીકોસ્કાએ જણાવ્યું કે આજે ખુબ જ મહત્વનો દિવસ છે. ત્રણ વર્ષની સખત મહેનતનું આ પરિણામ છે. આજે આર.કે. યુનિવર્સિટી એક માત્ર એવી યુનિવસિટી છે જે યુરોપીયન એજયુકેશન સાથે સંકળાયેલ છે. આજે હું ખુબ ખુશી અનુભવું છું કે કેપેસીટી બિલ્ડીંગ સેન્ટરનું અમે લોકો ઉદધાટન કરવામાં જઇ રહ્યા છીએ. અને આ બધા લોકોની મહેનતનું પરિણામ છે. સીબીસી પ્રોજેકટથી વિઘાર્થીઓનું ડેવલપમેન્ટ રીયલ લાઇફ પ્રમાણે કરવામાં આવ્યું છે.