સુરેન્દ્રનગરવાસીઓ એફએમ રેડીયો સાંભળી શકે તે માટે એફએમ રેડીયો સ્ટેશનનું પણ લોકાર્પણ કરાયું
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સમગ્ર દિવસ સુરેન્દ્રનગર ની મુલાકાતે છે. ત્યારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડનું કામ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યું હતું અને 8.88 કરોડના ખર્ચે આ બસ સ્ટેન્ડ નું નિર્માણ થવાનું હતું તે કામ પૂરું થઈ ચૂક્યું છે ત્યારે આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર ના બસ સ્ટેન્ડ નું લોકાર્પણ કર્યું છે
ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર રેડિયો સ્ટેશન નું લોકાર્પણ કર્યું છે ખાસ કરીને આજે જે 91 જેટલા રેડિયો સ્ટેશનનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વ્યુચલ રીતે લોકાર્પણ કર્યું છે જેમાં સુરેન્દ્રનગર રેડિયો સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની અનેક વર્ષોથી આ રેડિયો સ્ટેશન બનાવવાની માંગણી હતી અને તે આજે તે પૂરી થઈ છે અને તેનું લોકાર્પણ કરી અને રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે હવે સુરેન્દ્રનગરના રેડીયાઓ પણ બોલતા થઈ જશે ત્યારે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રહ્યા છે.
આજે સમગ્ર દિવસ સુરેન્દ્રનગરની મુલાકાતે મુખ્યમંત્રી આવ્યા છે ત્યારે ખાસ કરીને તમામ કાર્યક્રમો આજે મુખ્યમંત્રીના સુરેન્દ્રનગર ખાતે રહ્યા છે લોકહિત અને લોક પ્રશ્ન અને લોક સુવિધા છે તેમાં મુખ્યમંત્રીએ આજના દિવસે ખાસ કરીને વધારો કર્યો છે સુરેન્દ્રનગર ખાતે અનેકવિધ પ્રજા લક્ષી કામોના ખાતમુરતો લોકાર્પણ કરવામાં આવ્યા છે ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યકર્તાઓ સાથે અને આગેવાનો સાથે સુરેન્દ્રનગર પંડિત દિન દયાળ હોલ ખાતે બેઠક યોજી છે આ ઉપરાંત સુરેન્દ્રનગરની પ્રેસિડેન્ટ હોટલ ખાતે બપોરે ભોજન પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લીધું છે ત્યારે સમગ્ર દિવસના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના સુરેન્દ્રનગર ખાતે હાજર રહ્યા છે.
સુરેન્દ્રનગરમાં આજથી રેડિયો બોલતા થયા છે ખાસ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રેડિયો સ્ટેશન નું લોકાર્પણ કરી દીધું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ આજે ભારતભરમાં 91 જેટલા રેડિયા સ્ટેશનના લોકાર્પણ કર્યા છે વ્યુચલ રીતે નરેન્દ્રભાઈ મોદી પણ આ કાર્યક્રમમાં જોડાયા છે. ત્યારે વૃદ્ધો તથા આજે ટેક્સી ચાલકો છે તથા રેડિયો સાંભળવાના શોખીન લોકો છે તેમની અનેક સમયથી જિલ્લા પ્રશાસન વિભાગ અને કેન્દ્રીય મંત્રીને રજૂઆત હતી કે રેડિયો સ્ટેશન સુરેન્દ્રનગરમાં સ્થાપવામાં આવે તેને લઈને કિલિયર અવાજ આવે અને વિવિધ જે રેડિયો સ્ટેશનમાં આવતા કાર્યક્રમઓ છે તે લોકો નિહાળી શકે આજે તે માંગ પણ પૂરી થઈ છે અને સુરેન્દ્રનગર ખાતે રેડિયો સ્ટેશન સ્થાપી અને આજથી સુરેન્દ્રનગર જિલ્લા ભર માં રેડિયો બોલતા થયા છે.
છેલ્લા પાંચ વર્ષથી સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નું કામ ચાલી રહ્યું હતું કોરોના જેવો સમય ગાળો આવ્યો એટલે આ કામ અટકી ગયું હતું પરંતુ ફરી આ કામ બે વર્ષથી ચાલી રહ્યું હતું ત્યારે પાંચ વર્ષની મહેનત બાદ સુરેન્દ્રનગર નો બસ સ્ટેન્ડ અધ્યતન સ્વરૂપનું નિર્માણ પામ્યું છે 8.88 કરોડ ના ખર્ચા બસ સ્ટેન્ડ નું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ બસ સ્ટેન્ડની શહેરીજનો આતુરતા પૂર્વક રાહ જોતા હતા આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બસ સ્ટેન્ડની મુલાકાત લઇ અને બસ સ્ટેન્ડ નું પણ લોકાર્પણ કરી દીધું છે શહેરીજનોની સુવિધામાં વધુ એક વધારો થયો છે હવેથી શહેરીજનોને બસ સ્ટેન્ડમાં પીવાનું ચોખ્ખું પાણી તેમજ બેઠક ઉઠકની વ્યવસ્થા તેમજ અન્યત્ર સુવિધાઓ ઉપલબ્ધ થશે જે અત્યાર સુધી બસ સ્ટેન્ડમાં સુવિધા ન મળી હતી તેવી સુવિધા બસ સ્ટેન્ડમાં ઊભી કરવામાં આવી છે ખાસ કર્યા કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડેપો મેનેજર તેમજ વનરાજસિંહ તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે.