દાઝેલા દર્દીઓની સારવાર અર્થે વોકહાર્ટ હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડનો પ્રારંભ
દાહ, દાઝવું, બળવું કે ચામડી અન્ય પેશીઓને આગ, ઠંડી, વિજયળી, રસાયણો, ઘસારો કે કિરણોત્સર્ગના કારણે થતું નુકશાન: દાઝવાની ઘટનામાં સ્ત્રી-પુરૂષનું પ્રમાણ સમાજ હોવાનું તારણ
વોકહાર્ટ હોસ્પિટલ સૌરાષ્ટ્ર કચ્છની સુપ્રસિધ્ધ અને એક છત્ર હેઠળ તમામ પ્રકારની સારવાર પુરી પાડતી અને તમામ રોગોના નિષ્ણાંત તબીબોની ટીમ ધરાવતી હોસ્પિટલ છે. વોકહાર્ટ હોસ્પિટલમાં એક નવો વિભાગ શરૂ કરવામાં આવેલ છે જેમાં દાઝેલા દર્દીઓની સારવાર અર્થે આ ખાસ વિભાગ તૈયાર કરવામાં આવેલ છે.
આ ઉદઘાટન પ્રસંગે વોકહાર્ટ હોસ્પિટલના ફુલટાઈમ જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જન ડો.સુનિલ બાનસોડે તથા પ્લાસટીક સર્જન ડો.એમ઼જી.ભાલોડીયા ખાસ ઉપસ્થિત રહૃાા હતા.આ વિભાગમાં અતિઆધુનિક સાધનો અને ખુબ જ નવી પધ્ધતીથી દાઝેલા દર્દીઓની સારવાર નિષ્ણાંત તબીબો દ્ઘારા કરવામાં આવશે.
આ વિભાગની ખાસ બાબત એ છે કે પ0% સુધી દાઝી ગયેલા દર્દીને પણ સારવાર આપવામાં આવશે તથા દાઝેલા દર્દીઓનુ ડ્રેસિંગ નવી પધ્ધતી દ્ઘારા કરવામાં આવશે જેમાં સીલ્વર ફોમ ડ્રેસિંગ,કોલાજન સીટ ડ્રેસિંગ, તથા આધુનિક થેરાપી જેમકે હીફકભમ હથહીયહ દભનબતયઅભ .ચભકકગચભ ધફગદમ તજભચબ.થ 8હહદ.ધત9 દ્ઘારા સારવાર કરવામાં આવશે.આ ઉપરાંત આ વિભાગમાં પ્લાસ્ટીક સર્જરી પ્રોસીઝર અને જાડાઈવાળી ચામડીનુ વિભાજન જેવી પધ્ધતીઓથી પણ સારવાર કરવામાં આવશે.
દાહ-દાઝવુ-બળવુ કે ચામડી કે અન્ય પેશીઓને આગ,ઠંડી,વિજળી,રશાયણો,ઘસારો કે કિરણોત્સર્ગના કારણે થતુ નુકશાન છે.મોટા ભાગના કિસ્સામાં ગરમ પ્રવાહી કે ગરમ ઘન પદાર્થોની ગરમી અથવા આગને કારણે વ્યક્તિ દાઝે છે.દાઝવાની ઘટનાનુ પ્રમાણ સ્ત્રી અને પુરૂષોમાં સમાન છે પરંતુ તેનુ કારણ અલગ અલગ હોય છે. કેટલાક વિસ્તારોમાં ખુલ્લી જવાળા અને અશુરક્ષ્ાીત ચુલાનો વપરાસ સ્ત્રીઓમાં દાઝવાનુ જોખમ વધારે છે.પુરૂષોમાં તેમની કામ કરવાની જગ્યા જ તેમનુ જોખમનુ કારણ હોય છે, મદ્યપાન તથા ધુમ્રપાન તેના અન્ય જોખમો છે.લોકો વચ્ચે થયેલ હિંસ્સા અથવા જાત નુકશાન દાઝવાની ઘટનાના અન્ય કારણ છે.
વોકહાર્ટ હોસ્પિટલ દ્ઘારા ખાસ માર્ગદર્શન આપવામાં આવેલ છે કે જયારે કોઈ વ્યક્તિ દાઝી જાય ત્યારે સૌપ્રથમ શુ કરવુ અને શુ ન કરવુ તેની જાણકારી પણ આપવામાં આવી છે.
દરેક પ્રકારની ઈમરજન્સી જેવીકે હૃદય રોગ,સ્ટ્રોક,એક્સીડેન્ટ,પોલી ટ્રોમાં વગેરે માટે સૌરાષ્ટ્ર અને કચ્છની પ્રખ્યાત વોકહાર્ટ હોસ્પિટલમાં હવે બર્ન્સના દર્દીની પણ સારવાર શરૂ કરવામાં આવી છે.
આટલુ કરવુ જોઈએ
- નળના પાણીથી અથવા રૂમના તાપમાને ઘાવને પાણીથી ધોઈ નાખો.
- પ્રથમ તો એન્ટિબાયોટીક મલમ સાથે દાઝેલાની સારવાર કરો
- દાઝેલા વ્યક્તિને સુર્યના તાપથી દુર રાખો
- જો દાઝેલા વ્યક્તિએ પોતાના શરીર પર કોઈ દાગીના,બેલ્ટ કે કોઈ વસ્તુ પહેરેલ હોય તો તેને તુરંત દુર કરવી કારણ કે દાઝેલો ભાગ ઝડપથી ફુલી જાય છે
- દાઝેલા વ્યક્તિ અને તેના ઘાવને ઢાંક્વા માટે ઠંડુ, ભેજવાળુ અને સ્વચ્છ કાપડનો ઉપયોગ કરો.
- સૌપ્રથમ તો દાઝી ગયેલ વ્યક્તિને તપાસો કે તે શ્ર્વાસો શ્ર્વાસની ક્રિયા કરે છે કે કેમ઼
- વધુ પડતા દાઝેલા દર્દી ને તાત્કાલીક તબીબ પાસે લઈ જવા.
- આઘાતના સંકેત અને લક્ષ્ાણો જેવા કે મુર્છા ,નિસ્તેજ રંગ અથવા છીંછરા રીતે શ્ર્વાસ લેવા.
આટલુ ન કરવુ
- બરફ અથવા બરફના પાણીનો ઉપયોગ કરવો નહિં
- ગંભીર રીતે દાઝી ગયેલા ભાગને પાણીમાં નાખવો નહિં.
- સ્પષ્ટ પ્રવાહી જેવા ફોલ્લાઓને ફોડવા નહિં.
- બળતરા ને શાંત કરવા માખણ,મીંઠુ અથવા ટુથપેસ્ટ ન લગાવો.
- આગ ઓલવવા માટે ગાદલા અથવા ધાબળાનો ઉપયોગ કરવો નહિ કારણ કે તે શરીરને વધુ નુકશાન પહોંચાડે છે.
- જયારે ગંભીર રીતે દાઝેલ હોય ત્યારે મલમ,જેલી, સ્પ્રે અથવા ફર્સ્ટ એઈડ ક્રિમનો ઉપયોગ ન કરવો.