શિવમ ગૂગળમાં 5.5 ફૂટ લાંબી તેમજ 120થી વધુ અગરબત્તીની વેરાયટીઝ ઉપલબ્ધ: નેચરલ ગુગળ સહિતની અનેક આઈટમો એક જ સ્થળે મળી રહેશે

ભારતીય પરંપરા મુજબ યજ્ઞ તેમજ પૂજા – અર્ચનાનું ખૂબ જ મહત્વ છે ત્યારે દરેક ધર્મમાં સવાર સાંજ ધૂપને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે . આ સાથે ગૂગળ તેમજ અગરબત્તીનું પણ એટલું જ અનેરૂ મહત્વ છે જે વાતાવરણને પવિત્ર બનાવવા માટે ઘરમાં કરવામાં આવતું હોય છે.ધૂપની દુનિયામાં ટુંકા સમયમાં જેમણે ખૂબ મોટું નામ મેળવ્યું છે તેવા રણજીતદાન ગઢવી શિવમ માર્કેટિંગના સંસ્થાપક છે. રાજકોટમાં શિવમ ધૂપ દ્વારા હોલસેલ ડીલ કરવામાં આવતી હતી આ સિવાય હવે રિટેલ સ્ટોર્સ પણ ખુલ્લાં મુકાયા છે.

DSC 8053

DSC 8045

એક વખત રાજકોટના અક્ષર માર્ગ પર ના સ્ટોર નું ધનતેરસના દિવસે શુભારંભ કરવામાં આવ્યો છે આ સ્ટોરની ખાસિયત એ છે કે સૌરાષ્ટ્રનો સૌપ્રથમ અગરબત્તીનો સ્ટોર્સ છે કે જ્યાં વિવિધ પ્રકારની અગરબત્તીની ફ્લેવર કે જેમાં ફૂલો કે ફળોની અલગ અલગ ફ્લેવર્સ તેમજ 120 થી પણ વધારે વેરાઈટીઝમાં અગરબત્તીઓ ઉપલબ્ધ છે આ સાથે શિવમ ગૂગળદ્વારા સાડા પાંચ ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે શિવમ ગૂગળનું નામ રાજકોટમાં ગુંજતું થયું છે ત્યારે ફક્ત અગરબત્તી જ નહીં પરંતુ નેચરલ કપૂર ગૂગળ અગરબત્તી તેમજ ધૂપની વિશાળ રેન્જ અહીંયા જોવા મળે છે ટૂંક જ સમયમાં શિવમ ગૂગળ ની ફ્રેન્ચાઇઝ ગુજરાત ભરમાં આપવામાં આવશે જેથી કરીને હવે તેની મહેક વધુ લોકો સુધી પહોંચાડી શકાય.

સૌરાષ્ટ્રનો સૌપ્રથમ અને સૌથી મોટા અગરબત્તીના શો-રૂમનો શુભારંભ: રણજીતદાન ગઢવી

DSC 8049

શિવમ ભૂગળ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. પહેલા હોલસેલ વ્યાપાથી શરૂ કરી આજે સૌરાષ્ટ્રનો  અગરબત્તીનો સૌથી મોટો શોરૂમ સૌપ્રથમ થઈ રહ્યો છે.શિવમ ભૂગળે હોમ ડિલિવરી માટેનો કોન્સેપ્ટ આવેલા છે ત્યારે નવા વર્ષમાં સમગ્ર ગુજરાતમાં એક હજારથી વધુ આઉટલેટ ઓપન કરશે તેમજ ફ્રેન્ચાઇઝી સ્ટોર પણ ખોલશે. શિવમ ગુગળ અગરબત્તી કપૂર, ગૂગળ તેમજ અગરબત્તીમાં 120 થી વધુ ફ્લેવર્સ બનાવે છે. આજના ધનતેરસને દિવસે કાલાવડ રોડ પર સાડા પાંચ ફૂટની અગરબત્તી સમગ્ર રોડને મહેકાવ્યો છે ત્યારે શિવમ ધૂપ દ્વારા નેચરલ કપૂર પણ રાખવામાં આવે છે જેમાં ભીમસેન કપૂરએ સીધું વૃક્ષમાંથી બનતું હોવાથી તેનો ઉપયોગ કરવો જોઈએ.આમ દિવાળીના શુભ પર્વ નિમિત્તે સૌ શહેરીજનોને શિવમ ગુગળ દ્વારા ’શુભેચ્છા’ આપી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.