સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિ
રાજકોટમાં રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ પર એસીપી ડેન્ટલ કેરનું ઉદઘાટન રાજકોટ મહિલા મોરચાનાં પ્રભારી અંજલીબેન રૂપાણીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે રાજકોટનાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા તથા રાજકોટનાં મેયર બીનાબેન આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન ડો.આશિષ છજલાની જૈનએ જણાવ્યું હતું કે, આજે એક સ્વપ્ન પુરું થયું છે. છેલ્લા ૧૫ વર્ષથી આ ક્ષેત્ર સાથે જોડાયેલી છું. મારું પોતાનું દવાખાનું શરૂ કરવું એ મારા જ્ઞાતિ માટે અનુદાન છે. વિદેશોમાં કામ કર્યા પછી ભારતમાં મારા સમાજ માટે આ કાર્ય કરવું એ મારા માટે ખુબ હર્ષની લાગણી છે. ભારતમાં દરેક વ્યકિત અહીં મદદરૂપ થતા હોય છે. આજનું આ ઉદઘાટન મારા માટે એક અદભુત અનુભવ રહ્યો છે. અમારી આ સંસ્થામાં તમને ખુબ સારી સુવિધાઓનો લાભ મળશે તો મારી આશા છે કે રાજકોટનાં લોકો આ હોસ્પિટલનો લાભ લે અને સારી સારવાર મેળવે. અમારા આ ઉદઘાટનમાં અંજલીબેન રૂપાણી, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગોવિંદભાઈ પટેલ સહિતનાં મહાનુભાવો હાજર રહ્યા હતા.