કુડળધામના પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામી અલૌકિક શૈલીથી કથાનું રસપાન કરાવશે, ધામે ધામથી સંતો, હરિભક્તો ઉપસ્તિ રહેશે’
સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્ર રોડ રાજકોટને આંગણે વયોવૃદ્ધ, તપોમૂતિ, વંદનિય પ.પૂ.સ.ગુ.કોઠારી સ્વામી હરિચરણદાસજી સ્વામિના પ્રમુખ સને અને રાજકોટ સ્વામિનારાયણ મંદિરના યુવાન, વિદ્વવાન અને સેવાભાવી મહંત સ્વામી શાી રાધારમણદાસજી સ્વામીની પાવન ઉપસ્થિતતમાં કાલે સાંજના ૫ થી ૭ કલાકે હિંડોળા ઉદ્ઘાટનનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાશે.
મહત્વનું છે કે, એક મહિનાના સતત પુર્ષા પછી લાખોના ખર્ચે બાર (૧૨) બારણાના કલાત્મક હિંડોળા તૈયાર કરવામાં આવ્યા છે. સાંજે ૫ થી ૭ કલાકે સત્સંગ સભાનું વિશાળ સભા મંડપમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સત્સંગ સભાના મુખ્ય વકતા તરીકે કુંડળધામના પ.પૂ.સ્વામી જ્ઞાનજીવનાદસજી બિરાજી અલૌકીક શૈલીથી કાનું રસપાન કરાવી સંતો તા હરિ ભક્તોના હેત અને હૈયા જીતી લેશે.
આ પ્રસંગે જામજોધપુર નિવાસી અ.નિ.શાથી સ્વામી ભવગતચરણદાસજી સ્વામીના અક્ષરધામી દિવ્ય આશિર્વાદ પ્રાપ્ત શે. સભાના અધ્યક્ષ સને કોઠારી સ્વામી દેવનંદનદાસજી ટ્રસ્ટી, સભ્ય સ્વામીનારાયણ મંદિર જૂનાગઢ બિરાજશે. સુપ્રસિદ્ધ ભાગવત કાકાર જીજ્ઞેશદાદા (રાધે રાધે) તેઓની આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.
ઉપરોક્ત પ્રસંગે દિપાવવા રાજકોટ સત્સંગ સમાજના વિવિધ મંડળો જેમાં હરિકૃષ્ણ મહિલા મંડળ (બેડીનાકા)ના પૂજય માતૃવત્સલા તપોમૂર્તિ, સાંખ્ય યોગી, મંગળબા સો પધારશે. તેમજ દેવ ઉત્સવ મંડળ સુવાસીની મહિલા મંડળ, મહાપૂજા મંડળ, જીવુબા સત્સંગ મંડળ, ફુલહાર મંડળ, ભક્તિ મહિલા મંડળ, સ્વામિનારાયણ સત્સંગ મંડળ, ઘનશ્યામ સત્સંગ મંડળ, રાજકોટ ગુરુકુળ મંડળ, છારોડી મહિલા મંડળ વિગેરે મંડળના સભ્યો આ પ્રસંગે પધારશે. ર્તિધામ વડતાલને આંગણે આગામી કાર્તિક માસમાં ઉજવાનાર વચનામૃત દ્વિશતાબ્દી ઉત્સવની મ્યુઝિકલ આમંત્રણ પત્રિકાનું વિમોચન કરવામાં આવશે. મહંત સ્વામી શાથી રાધારમણદાસજી ધર્મપ્રેમી જનતાને હરિભક્તોને હિંડોળાના દર્શર્નો સહપરિવાર પધારવા અનુરોધ કર્યો છે. શાથી દેવપ્રકાશ સ્વામી, કોઠારી જગતપ્રકાશદાસજી સ્વામી, ભક્તવલ્લભદાસજી સ્વામી, ભંડારી સ્વામી, આત્મજીવનદાસજી સ્વામી, કોઠારી જેપી સ્વામી, પાર્ષદવર્ય કિર્તનભાગ તા નયન ભગત ઉપસ્તિ રહેશે. કોઠારી સ્વામી દેવપ્રકાશદસાજી સ્વામી ચેરમેન વડતાલ તા રાજકોટ, કુંડળ છારોડી રાજકોટ ગુરૂકુળ, ફરેણી, પિલાણા, વંલી, કબણા, દ્વારકા, ગોંડલ, ખીરસરા, જેતપુર વિગેરે ધામે ધામી સંતો પધારશે.