આધુનિક ટેકનોલોજી, નિષ્ણાંત ડોકટરો સાથે ગર્ભ સંસ્કાર કેન્દ્ર પણ શરૂ કરાયું
શહેરનાં ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલ રૈયા સર્કલ પાસે પાયલ મેટરનીટી હોમનું ઓપનીંગ થયુ છે. જેમાં અત્યંત આધુનિક ટેકનોલોજી નિષ્ણાંત ડોકટરની ટીમ તથા આજના સમયમા જરૂરી એવા ગર્ભ સંસ્કાર કેન્દ્રની શરૂઆત કરવામા આવી છે.
આ તકે અબતક સાથે વાતચીત કરતા ડો. સંજય દેસાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે પાયર મેટરનીટી હોમ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે. આજે અમે એકદમ એડવાન્સ ટેકનોલોજી સાથે ચાલુ કરીએ છીએ ખૂબ ઉત્સાહ ઉમંગ અમારા સ્ટાફમાં પણ છે. આવનાર દર્દીઓની સુવિધા એડવાન્સ ટેકનોલોજી, ઓપરેશન થીએટર મોડયુલર વગેરે છે. સાથે આયુર્વેદીક વિભાગ ચાલુ કર્યો છે. જેમાં ગર્ભ સંસ્કાર પંચકર્મ એવા વિભાગ પણ ચાલુ કરેલ છે.
ડો. પ્રતીજ્ઞા દેસાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજે અમે પાયલ મેટરનીટી હોમ ગર્ભ સંસ્કાર વેલનેશ હોસ્પિટલનું ઓપનીંગ કર્યું છે મેં મારી સફર ૨૦ વર્ષ પહેલા ચાલુ કરી હતી. પાયલ મેટરનીટી હોમમાં ઘણી નવી સુવિધા લઈને આવ્યા છે. જેમાં ઓપરેશન થીએટર અતી હાઈટેક છે. સાથે ઈન્ડીયન મેડીકલ એસો.ના કાયદા મુજબ બનાવે છે. સાથે જણાવતા આનંદ થાય છેકે અમો ગર્ભ સંસ્કાર કેન્દ્ર પણ ચાલુ કર્યુ છે. વુમન કેર માટે અમારી હોસ્પિટલ ખૂબજ સજજ છે.