જગતનાં સર્વ જીવોનાં કલ્યાણની ભાવનાથી શ્રી ઈન્દ્રમાણા અમીઝરા વાસુપૂજ્ય જીવરક્ષા અભિયાન અંતર્ગત 6- વર્ષ પહેલા ગામે ગામ પંખીઘર ચબુતરા બનાવવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પથ્થરમાં બનાવેલ અલગ-અલગ 9 થી 10 ડિઝાઇનો અભિયાન દ્વારા બનાવવામાં આવી.
આ અભિયાન અંતર્ગત શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈનાં સહયોગથી વિરામય જૈન અહિંસા તીર્થ, પૂણે ખાતે શ્રી સંજયભાઈ ચિરંજીલાલ બક્ષી પરિવાર દ્વારા નિર્માણ થયેલ 15 માળ અને 250 રૂમવાળા આધુનિક ચબૂતરાનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન તા. 12/06/2022, રવિવારનાં બપોરે 3-30 વાગ્યા થી વિરામય જૈન અહિંસા તીર્થ, પૂણે ખાતે કરવામાં આવ્યું છે.
આ ચબૂતરો પશ્ચિમ મહારાષ્ટ્રનો સૌ પ્રથમ આધુનિક ચબૂતરો છે. ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવા શ્રી આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટનાં જયેશભાઈ જરીવાલા (મો.99204 94433) દ્વારા જાહેર આમંત્રણ અપાયું છે.