આશરે 600 વારના પ્લોટમાં ઉપાશ્રય આયંબિલગૃહ જૈન સેન્ટર હોલનું નવા નિર્માણ થશે
પી.એમ. ટ્રસ્ટ-રાજકોટના ઉપક્રમે ઈન્દ્રપ્રસ્થનગર નરભેરામ પાનાચંદ મહેતામાં ધર્મસંકુલના વિસ્તૃતિકરણની અતિ જરૂરીયાત હોવાથી એક મકાન ખણીદ કરીને આશરે 600 વારના પ્લોટમાં નિર્માણ પૂ. ધીરગૂરૂદેવની અસીમ કૃપાથી થનાર છે.જે ભાવિકોને ઉપયોગી બની રહેશે.
પ્રોજેકટ ઈન્ચાર્જ તારક વોરાની વિગત અનુસાર આજ સવારે 8.30 કલાકે 21 જાગનાથ પ્લોટ ખાતે જૈન ભવન-ભોજનાલયના હોલમાં ભકતામર પાઠ અને પૂ. સંત સતીજીઓની ઉપસ્થિતિમાં રાજકોટના વતની હાલ કલકતા શ્રેષ્ઠીવર્ય ચંદ્રવદનભાઈ દેસાઈના પ્રમુખ પદે અને મુકેશભાઈ કામદારના મુખ્ય મહેમાન પદે ચંદ્રિકાબેન પ્રફુલભાઈ જસાણી વગેરેના હસ્તે શિલારોપણ વિધિ કરવામાં આવી.
નવનિર્માણમાં ચંદ્રિકાબેન પી.જસાણી વસુબેન પ્રવીણચંદ્ર નરભેરામ મહેતા માતા વિજયાબેન એચ.બાટવીયા, રેખાબેન નલીનભાઈ બાટવીયા, સરોજબેન મહેન્દ્રભાઈ કોટીચા હાર્દિકા જગદીશ ભીમાણી વગેરે સહભાગી બન્યા છે.
વિસ્તૃતિકરણની વિવિધ યોજનામાં 51 લાખ વૈયાવચ્ચ દાતા 15 લાખ નવકાર તકતી, 15 લાખ ચત્તારિમંગલ તકતી, 11 લાખ જૈન શાળા નામકરણ, 11 લાખ ઓફિસ દાતા, 11 લાખ સુધર્મ પ્રવચન પાટ, 51 લાખ આયંબિલ હોલ, 11 લાખ આયંબિલ કક્ષ, 11 લાખ નવકાર મંત્ર, 5 લાખ સીડી તેમજ જનરલ તકતીમાં 2,51000, કોહિનૂર દાતા 1,51000, ડાયમંડ દાતા 1,11000, ગોલ્ડન દાતા, 51000 સિલ્વર દાતા, 25000 પ્રેરક દાતા અને 11000 અનુમોદક દાતા શ્રેણીમાં શય્યાદાન મહાદાનનો લાભ મેળવી શકાશે. વધુ વિગત માટે મો. 98242 33272નો સંપર્ક કરવો.