- નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત
- સમગ્ર સૌરાષ્ટ્રના શ્રીસંઘોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા સાથે અનેકવિધ કાર્યક્રમો દ્વારા ગુરૂના ગુણાંજલી અર્પણ થશે
જેમના નામે સમગ્ર ભારતમાં જિનશાસનની જયવંતી પ્રભાવના કરીને વિચરણ કરી રહ્યો છે બહોળો સંયમી પરિવાર એવા ગોંડલ સંપ્રદાયના પરમ પ્રતાપી પુરુષ સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબની અવતરણ ભૂમિ વેરાવળની ધરા પર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી સર્જાયેલા નૂતન ધર્મ સ્થાનકના ઉદ્ઘાટન સમારોહનો અવસર 29વિં ડિસેમ્બર 2024ના દિવસે આયોજિત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આજથી 75 વર્ષ પહેલાં ગુરુ પ્રાણની પ્રેરણાથી સર્જાયેલા ધર્મસ્થાનક બાદ આજના સમયની સ્થિતિ અને સંયોગોને લક્ષમાં રાખીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી 75 વર્ષ બાદ સર્જાયેલાં શેઠ શ્રી સોભેચંદ કરસનજી ધર્મવત્સલા હેમાક્ષીબેન રમેશભાઈ જમનાદાસ શાહ જૈન ઉપાશ્રય, શાતાકારી અને શાંતિકારી એવા આ ધર્મસ્થાનકના ઉદ્ઘાટન સમારોહ માટે ન માત્ર વેરાવળના ભાવિકોમાં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના શ્રી સંઘોમાં અનેરો ઉત્સાહ અને આનંદ વર્તાઈ રહ્યો છે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યે આયોજિત બે દિવસીય આ અવસરમાં સમગ્ર ગુરુ પ્રાણ પરિવારના પૂજનીય સંત-સતીજીઓની પાવન ઉપસ્થિતિ સાથે સમગ્ર સૌરાષ્ટ્રના શ્રી સંઘો તેમજ અનેક ભાવિકો અનેક ક્ષેત્રોથી હજારો ભાવિકો ભક્તિભાવથી જોડાઈ જશે.
બે દિવસીય આ અવસર અંતર્ગત તારીખ 29મી ડિસેમ્બર સવારે 09.00 કલાકે વેરાવળના અનન્ય ગુરુભક્ત ભીખાલાલ નેમચંદ શાહ પરિવારના આંગણે વિનાયક એપાર્ટમેન્ટ, સ્વામિનારાયણ મંદિરની પાછળ, વેરાવળ – જૂનાગઢ હાઈ વે, વેરાવળ ખાતેથી અનેક વિવિધતાઓથી શોભતી ભવ્ય શોભાયાત્રા પ્રારંભ થઈને ગાજતી ગુંજતી, જયકાર ગજાવતી નૂતન ધર્મ સ્થાનકના દ્વારે પધારશે જ્યાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ગુરુપ્રાણ ગુણ વંદનાવલી આદિ કાર્યક્રમની સાથે નૂતન ઉપાશ્રયનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે.
એ સાથે જ, 29મી ડિસેમ્બર રવિવાર સવારના 9:00 કલાકે સમગ્ર સૌરાષ્ટ્રના શ્રી સંઘોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણની 68મી પુણ્ય સ્મૃતિને અનુલક્ષીને એમના જીવન પર આધારિત એક હૃદયસ્પર્શી નાટિકાની પ્રસ્તુતિ “મારા ગુરુ પ્રાણ” દ્વારા એમના ગુણોની સ્મૃતિને જીવંત કરવામાં આવશે. આ અવસરે પૂજ્ય સંત-સતીજીઓના શ્રીમુખેથી સુંદર ભાવો સાથે ગુરુ પ્રાણને ગુણાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે નૂતન ધર્મ સ્થાનકના નિર્માણમાં તન, મન ધનનું યોગદાન આપનારા ઉદારહૃદયા અને સેવાભાવી ભાવિકોને સન્માનિત કરવામાં આવશે.
28મી ના સ્વામી વાત્સલ્યનો લાભ ધર્મવત્સલા હેમાક્ષીબેન રમેશભાઈ જમનાદાસ શાહ, વંશ, પ્રણય, યુગ, પુંકિત શાહે લીધેલ છે. 29વિંના નવકારશીનો લાભ ધર્મવત્સલા વર્ષાબેન સુરેશભાઈ કંપાણી, વૃષ્ટિબેન કુણાલભાઈ ગોસાણી અને ધર્મવત્સલા બીનાબેન મુકેશભાઈ શાહ, ચેતનાબેન મહેન્દ્રભાઈ શાહ પરીવારે લીધેલ છે. સ્વામીવાત્સલ્યનું સ્થળ; સ્વામિનારાયણ મંદિર કેમ્પસ (ઇઅઙજ મંદિર) વેરાવળ- જુનાગઢ હાઈવે, વેરાવળ રાખવામાં આવેલ છે. નૂતન ધર્મસ્થાનકની અનુમોદના કરવા આ અવસરે દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારીને ધન્ય બનવા શ્રી વેરાવળ સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.