મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાભુભાઇ ત્રિવેદી ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનીયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા હાલની કોરોના જેવી મહામારી તા એલોપેીની મર્યાદાને ધ્યાનમાં રાખીને ભગવાન ધનવંતરીએ આપેલા આયુર્વેદ શાના જ્ઞાનને આગળ ધપાવવા પ્રિન્સીપાલ ડો. ભરત રામાણીના માર્ગદર્શન હેઠળ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર સંચાલિત ઇકો કલબ દ્વારા કોલેજના પટાંગણમાં એક આયુર્વેદિક નર્સરીની શરૂઆત કરવામાં આવી હતી.
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ એવા ઉમાશંકર જોશીના ૧૧૦માં જન્મદિવસે એસએલટીઆઇટીના આંગણે લાભુભાઈ ત્રિવેદી આયુષ આયુર્વેદિક નર્સરી નો એક નાનકડો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવેલ હતો. લોકહિતના હેતુ ઉછેર પામનાર આ નર્સરીમાં રોપણીની શરૂઆત ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોશી, ટ્રસ્ટી હેલિમેડમ, કોલેજના મેનેજિંગ ડિરેક્ટર ડો. એમ. ડી. જોશી અને પ્રિન્સિપાલ તા ઇકો ક્લબના મેમ્બર્સ દ્વારા સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ હતી.
આજના ટેકનોક્રેટ યુવાનોને યંત્રવત જ્ઞાન સો પ્રકૃતિને કઈ રીતે બચાવવી તા પ્રકૃતિને સો રાખીને કઈ રીતે સમાજનો અને પોતાનો વિકાસ કરવો તેવા ઉદ્દેશ સો કોલેજના ઇકો કલબના મેમ્બર પ્રો. કુશળ વાળા અને પ્રો. મૌલિક ચૌહાણ દ્વારા આયુર્વેદિક રોપા વિતરણ યોજના અંતર્ગત ૮૦૦ થી વધારે રોપા જેમાં લિંબડો, બોરસલી, જાંબુ, કરંજ, લીંબુ, દાડમ, જામફળ, સીતાફળ, એલોવેરા, તુલસી જેવા અનેક રોપાઓ સાસણ આયુર્વેદિક નર્સરી સાસણ સ્વાગત રેન્જ તરફી તેમજ સાસણ વનવિભાગના જી.જે.વાજા (રેન્જ ફોરેસ્ટ ઓફિસર), માન પિઠીયા સાહેબ (ફોરેસ્ટર), રામભાઈ (નર્સરી કર્મચારી), અબદુલભાઇ (નર્સરી કર્મચારી) ના અતુલ્ય સહયોગી મેળવવામાં આવેલ હતા. ગુજરાત મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ તેમજ મહિલા વિકાસ સેવા મંડળના સહયોગી ૨ દિવસમાં અંદાજિત ૨૦૦૦ જેટલા ઔષધિય વનસ્પતિ વૃક્ષોનું વાવેતર કોલેજના પ્રાંગણમાં કરવામાં આવ્યું છે.