રાજયપાલ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મંત્રી ઋષી કેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ
સમગ્ર ઉત્તર ગુજરાતની જનતા માટે પ્રાથમિક શિક્ષણથી લઈ ઉચ્ચ શિક્ષણ પૂરું પાડનાર કર્મવીર સ્વતંત્ર સેનાનીસ્વ. સાંકળચંદભાઈ પટેલ દ્વારા પ્રસ્થાપિત નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટ આજે મેડીકલ-પેરામેડીકલ, ટેકનિકલ, ફાર્મસી, મેનેજમેન્ટ, સાયન્સ, કોમર્સ, વિગેરે ક્ષેત્રે શિક્ષણ પૂરું પાડતીઉત્તર ગુજરાતની એક માત્ર સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ખુબજ ટૂંકા સમયમાં સમગ્ર ગુજરાત તેમજ દેશમાં નામાંકિત થઈ છે.ચાલુ વર્ષથી નુતન હોમિયોપેથિક મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દઘાટન સમારોહ તારીખ 6 ઓક્ટોમ્બર 2022ના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો.
ઉદ્દઘાટન સમારંભના પ્રમુખ તરીકે ઉત્તર પ્રદેશના રાજયપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, અતિથિ વિશેષ તરીકે આરોગ્ય પરિવાર કલ્યાણ અને જળસિંચાઇ મંત્રી ઋષિકેશભાઈ પટેલ,મહેસાણા જીલ્લા સાંસદ માનનીય શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને નુતન હોમિયોપેથિક મેડીકલકોલેજ એન્ડ હોસ્પિટલની નવીન ભવનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના વિવિધ અગ્રણીઓ, સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ સહિત અંદાજીત 4000થી વધુ લોકોએ હાજરી આપી હતી.
કાર્યક્રમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે સર્વે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યુ હતુંકે સ્વ. સાંકળચંદદાદા ના સ્વપ્ન દરેક બાળકને પાયાના શિક્ષણથી ઉચ્ચ અભ્યાસ મળી રહેતે સ્વપ્નને પૂરું પાડવામાંનૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અગ્રેસર બની રહેશે. વધુમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તેમજનુતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અને નુતન હોમિયોપેથિક મેડીકલકોલેજ એન્ડ હોસ્પિટલની સ્થાપનામાં સહકાર બદલ ગુજરાત સરકાર અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પૂર્વનાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ,તેમજ વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય પરિવાર કલ્યાણ અને જળસિંચાઇ મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન અને સહયોગનો આભાર વ્યક્ત કર્યો હતો. સમારંભના પ્રમુખ,ઉત્તર પ્રદેશના રાજયપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલેતેમના પ્રાસંગિક વક્તવ્યમાં યુનિવર્સિટીની યશ અને કીર્તિ ગાથાને બિરદાવી હતી તથા આવનારા સમય માં વૈશ્વિક સ્તરે શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે રિસર્ચ થકી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ગુજરાત તેમજ દેશની નામાંકિત યુનિવર્સિટીમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓયુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળને પાઠવી હતી.