મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરીમાં નવિનીકરણ કરાયેલ આધાર કેન્દ્ર લોકાર્પણ કરાયું: આગામી સમયમાં સિવિલ સેન્ટરનું નવિનીકરણ કરાશે
સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલ આધાર કેન્દ્ર તથા સિવિક સેન્ટરની છ માસ પહેલા સિવિક સેન્ટર તથા આધાર કેન્દ્રની મુલાકાત મેયર ડો.પ્રદિપ ડવએ લીધેલ. આ મુલાકાત દરમ્યાન શહેરમાંથી શહેરીજનો આવતા તથા સ્ટાફને વ્યવસ્થિત સુવિધા મળે તે માટે નવીનીકરણ કરવા તથા સિવિક સેન્ટરને પણ જરૂરી સુધારા વધારા કરવા સબંધક અધિકારીને જણાવેલ. મેયરશ્રીની સુચના અનુસાર પ્રથમ તબક્કે સુવિધાસભર આધાર કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવેલ. આજ રોજ આધાર કેન્દ્રનું લોકાર્પણ તથા રાજકોટ દર્શન બસનો શુભારંભ મેયર ડો.પ્રદિપ ડવના વરદ હસ્તે કરવામાં આવેલ.
આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડેપ્યુટી કમીશ્નર સી.કે.નંદાણી, બાંધકામ સમિતિના ચેરમન કેતનભાઈ પટેલ, એડી.સિટી એન્જી. એચ.એમ.કોટક, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, જયાબેન ડાંગર, કંકુબેન ઉઘરેજા, મંજુબેન કુગશીયા, અલ્પાબેન દવે, ગ્રંથપાલ આરદેશણા વગેરે ઉપસ્થિત રહેલ.
30 ચો.મી. એરિયામાં આધાર કેન્દ્રના બાંધકામ રીનોવેશન કરવામાં આવેલ છે.આ આધાર કેન્દ્રમાં કુલ-12 કીટો દ્વારા આધારકાર્ડની કામગીરી કરવામાં આવશે. જેથી લોકોને આધારકાર્ડ બનાવવામાં સરળતા રહેશે ભવિષ્યમાં વાતાનુકુલિત સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આધાર કેન્દ્રની મુલાકાત કરતા લોકો માટે વેઈટીંગ એરિયા તેમજ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવેલ છે. જેથી મુલાકાતીઓના પ્રશ્નનું નિવારણ સરળતાથી થઇ શકશે. આધાર કેન્દ્ર વિકલાંગ તથા બીમાર લોકો માટે અલગથી એન્ટ્રી મળી રહે અને રેમ્પની સુવિધા કરવામાં આવેલ છે. આ આધાર કેન્દ્રમાં દૈનિક આશરે 200થી વધારે લોકોને સરળતાથી આધારકાર્ડ બનાવી શકે તે માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.