સિટી સર્વે પણ આ કચેરીમાં બેસશે, ઝોનલનો સમાવેશ શે નહીં: જિલ્લા કલેકટરે બિલ્ડીંગનું નિરીક્ષણ કર્યું
કાલાવડ રોડ ખાતે આત્મીય કોલેજની સામે આવેલી નવનિર્મિત પશ્ર્ચિમ મામલતદાર કચેરીનું આગામી તા.૨૦ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. જે માટેની તૈયારીઓ અત્યારી શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ નવનિર્મિત કચેરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ કચેરીમાં સિટી સર્વે પણ બેસશે. જ્યારે ઝોનલનો સમાવેશ કરવામાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.
કાલાવડ રોડ ખાતે આત્મીય કોલેજની સામે અદ્યતન સુવિધાસભર પશ્ર્ચિમ મામલતદાર કચેરીનું નિર્માણ કાર્ય પૂર્ણ યેલ છે. જેી આગામી ૨૦ તારીખના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ કચેરીને ખુલ્લી મુકવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ સંદર્ભે હાલ વહીવટી તંત્ર દ્વારા ઉદ્ઘાટન સમારોહને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આજરોજ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આ નવનિર્મિત કચેરીની મુલાકાત લઈને જરૂરી સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કચેરીમાં સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ-૨ની ઓફિસ બેસવાની છે જ્યારે ઝોનલ કચેરીનો આ કચેરીમાં સમાવેશ કર્યો ન હોવાી જિલ્લા કલેકટર કચેરી ખાતે પશ્ર્ચિમ મામલતદારની ઝોનલ કચેરી કાર્યરત રહેવાની છે. એક માળ હોવાના કારણે ઝોનલનો અહીંની કચેરીમાં સમાવેશ કરવામાં આવ્યો ની. જો કે, આ નવી કચેરી માટે ૨ માળની દરખાસ્ત કરવામાં આવી છે.
આ કચેરીમાં એટીવીટી, સિટી સર્વે, પશ્ર્ચિમ મામલતદારની ઓફિસ રહેશે. ઉપરાંત કચેરીમાં ૨ લોકર રૂમ, મતદાર યાદી માટે ૨ રૂમ, તલાટીઓ માટે ૮ રૂમ અને સિટી સર્વેયર માટે રૂમની સુવિધા હશે. કચેરીના નીચેના માળે મામલતદાર, રજિસ્ટરી મતદાર યાદી, જન સેવા કેન્દ્ર, સિટી સુપ્રિન્ટેન્ડેટની ઓફિસ રહેશે. જયારે ઉપરના માળે તલાટી અને સિટી સર્વેનો સ્ટાફ બેસશે.