શહેરભરમાં સફાઇ કામગીરી ઠપ્પ
વેરાવળ-પાટણ નગર પાલીકાના સફાઇ કામદોરોની માંગણીઓ સંતોષાયેલ ન હોવાથી આજે મંગળવારથી શહેરનું સફાઇકાર્ય ઠપ્પગ કરી અચોક્કસ મુદત સુધી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ઉપર ઉતરી ગયા છે. આ અગે સફાઇ કામદારોના વાલ્મીકી રખી સમાજના મંત્રી જીતેન્દ્રભાઇ સોલંકીએ જણાવેલ કે, વેરાવળ-પાટણ નગરપાલીકાના સફાઇ કામદારોના અનેક પ્રશ્નો બાબતે અનેકવાર રજુઆતો કરાયેલ હોવા છતાં તેનો સકારાત્મનક ઉકેલ આવેલ ન હોવાથી આંદોલન ઉપર ઉતરવાની ફરજ પડી છે. સફાઇ કામદારોના અણઉકેલ પ્રશ્નો માં સેનીટેશન શાખામાં ખાલી પડેલ જગ્યામાં સીનીયોરીટી પ્રમાણે કાયમી ધોરણે ભરતી કરવા, સફાઇ કામગીરીમાં કોન્ટ્રાકટ પ્રથા ન લાવવી, રોજમદારોને સમાન કામ સમાન વેતન મુજ પગાર સુધારવા, કાયમી સફાઇ કામદારોને સાતમાં પગાર પંચનો લાભ આપવો, કર્મચારી મૃત્યુ પામેલ હોય અથવા નિવૃત થયેલ હોય તેવા સંજ્વોગોમાં તેના વારસદારોને રોજમદાર તરીકે નોકરી આપવી, વેરાવળ-પાટણ શહેરનો વિસ્તાર વધેલ હોય તેમાં નવા સફાઇ કામદારોની ભરતી કરવી સહિતની માંગણીઓની રજૂઆતો કરેલ હતી જેને તંત્રએ ધ્યાને લીધેલ ન હોય અને છેલ્લે તા.૮-૭- ૨૦૧૯ ના અલ્ટીમેટમ આપેલ હોવા છતા તેનો પણ નિવેડો આવેલ ન હોવાથી ના છુટકે આજે તા.૧૬ ને મંગળવારથી શહેરનું સફાઇ કાર્ય ઠપ્પ કરીઆજ થી અચોકકસ મુદત સુધી ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન ઉપર ઉતરવાનું નકકી કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.