દરેક ગુજરાતી ના ઘરમાં રોટલી તો બનતીજ હોય છે અને થોડી ઘણી વધતી પણ હોય છે પણ આ મોંઘવારીમાં ફેકી દેતા જીવ નથી ચાલતો તો ચાલો આજે અમે શીખવીએ રોટલી ના મૂઠિયાં…
સામગ્રી :
- 8-9 રોટલી
- 1 કપ ચણા નો લોટ
- હિંગ
- ખાવાનો સોડા
- મરચું
- ખાંડ
- લીંબુ નો રસ
- સ્વાદ અનુસાર મીઠું
- લિંબડો
- તલ
- રાય
- લાલ સુકેલું મરચું
- તેલ
રીત :
- સૌ પ્રથમ એક બાઉલમાં ચણા નો લોટ લ્યો તેમાં ઉપર ના મસાલા ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરો અને એક મિશ્રણ તયાર કરો .
- ત્યાર બાદ આ મિશ્રણ ને રોટલી પર લગાવી તેના રોલ વાડો અને તેને ઢોકડિયામાં બાફી લો.
- તેને ઠંડા થયા બાદ કાપી લો અને પછી એક લોયા માં તેલ મૂકી તેને ગરમ કરી લો અને તેમાં હિંગ અને વઘાર ની સામગ્રી ઉમેરો તેમાં ઠંડા થયેલા રોલ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- આ મૂઠિયાં ને બાઉલ માં લઈ, કોથમીર ઉપર થી ભભરાવી અને ગરમા ગરમ આ વાનગી ની મજા માણો.