શિયાળાની શરૂઆત થતાં તેની સૌથી વધુ અસર ત્વચા પર જોવા મળે છે. શિયાળામાં ભેજ ના હોવાને કારણે ત્વચા ડ્રાય થવા લાગે છે. તેથી ત્વચા ડ્રાય ન થાય તેના માટે શિયાળામાં ત્વ્ચનું ખાસ ધ્યાન રાખવું પડે. શિયાળામાં સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખવી ખૂબ જ જરૂરી છે,નહી તો સ્કિન ડ્રાય અને ડલ જોવા મળે છે. માર્કેટમાં ઘણા મોઇશ્ચરાઇઝ ક્રીમ મળે છે પરંતુ તેમાં કેમિકલ હોવાથી તે સ્કીનને નુકશાન પહોચાડી શકે તેથી અમે તમારા માટે ઘરગથ્થુ ઉપાય લાવ્યા છીએ. જે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરશે અને કોઈ કેમિકન ન હોવાથી સ્કિનને પીએન નુકશાન નહીં થઈ
મધ:
શિયાળામાં સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખવા માટે રોજ 10 મિનિટ સુધી ચહેરા પર મધ લગાવી બાદતેને પાણીથી ધોવાથી સ્કિન ડ્રાય નથી થતી અને લાંબા સમય સુધી સ્કીન સોફ્ટ રહે છે.
એલોવેરા:
એલોવેરા એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે. એલોવેરા જેલને રોજ ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો. જો તમારા ઘરમાં એલોવેરાનો છોડ હોય તો ત્વચા પર સીધું જ જેલ કે જ્યુસ લગાવી શકો છો.
બદામનું તેલ:
જે લોકોની ત્વચા વધારે જ ડ્રાય રહતી હોય તે લોકોએ ઇંડાની જરદીમાં એક ચમચી બદામનું તેલ મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવી તેને 10 મિનિટ રાખવી. તેના થી ત્વચા ડ્રાય નહીં થઈ.
ઈંડા:
જે લોકોની ત્વચા ઓઈલી હોય તે લોકોએ ઈંડાની સફેદીમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. 10 મિનિટ પછી ધોઈ લો.
સફરજન:
શિયાળામાં ત્વચા માટે સફરજન પણ ઘણો સારો ઉપાય છે. એક સફરજનને બ્લેન્ડરમાં પીસી ,તેમાં એક ચમચી મધ ઉમેરી, તેને માસ્કની જેમ ચહેરા પર લગાવી 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.
ગુલાબજળ:
ત્વચા સારી રહે તે માટે અડધી ચમચી મધ, એક ચમચી ગુલાબજળ અને એક ચમચી દૂધનો પાવડર મિક્સ કરો. તેને પેસ્ટમાં બનાવીને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. ચહેરા પર ચમક આવી જશે.