વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કરતા જણાવ્યું હતું કે દિલ્હીથી ૧ રૂપિયો નીકળે છે તો ગામે પહોચતા પહોચતા ૧૫ પૈસા થઇ જાય છે તો પછી રૂપિયાના ૮૫ પૈસા જતા હતા કોના રાજમાં ? અને કોના ગજવામાં ? કયો પંજા (કોંગ્રેસનું ચુંટણી ચિન્હ) છે જે એક રૂપિયાને ઘસીને ૧૫ પૈસા બનાવી દે છે અમે નકકી કર્યુ છે કે દિલ્હીથી ૧ રૂપિયો નીકળશે તો ગરીબો સુધી ૧૦૦ પૈસા એટલે કે આખે આખો રૂપિયો પહોંચશે.
સ્વાભાવિક રીતે જ આમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના રાજમા ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો હતો. અત્રે નોંધવું ઘટે કે કોંગ્રેસના રાજમાં કોલસા કૌભાંડ, ટેલીકોમ કૌભાંડ, સ્ટેમ્પ પેપર કૌભાંડ, ગેમ્સના કોન્ટ્રાકટમાં કૌભાંડ કોંગ્રેસે શાયદ નકકી કરી લીધું છે કે હમ નહી સુધરેગે બલ્કી ઔર બિગડેગે…….
જેમ ગામ સળગતુ હતું અને કિંગ ફિડેલ બેઠો બેઠો વાંસળી વગાડતો હતો તેમ અહીં પી.ચિદમ્બરમના એક નિવેદનથી જબરદસ્ત હોબાળો સર્જાયો અને કોંગ્રેસ માટે ચુંટણી ટાણે જ વિટંબણા સજાય ત્યારે જ પાર્ટી ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધી નવી દિલ્હીમાં બેઠા બેઠા ટિવટર પર પોતાના ડોગી વિશે ટિવટ કરતા હતા અને તેનો વિડીયો પણ
મૂકયો છે.