સિલાઇ મશીનની પેટન્ટ ધરાવનાર ઇલ્યાસ હોવેને જન્મ 13, જુન 1819ના થયો હતો. તેની યાદમાં આ દિવસ વિશ્વ સિલાઇ મશીન દિવસ તરીકે ઉજવાય છે. પુરાતન કાળમાં જયારે એક પણ ખોજનું નિર્માણ થયું ન હતું. એ સમયમાં કહેવાય છે કે માણસ જયારે ભટકતુ જીવન જીવતો ત્યારે શરીરે પાંદડાને પોશાક તરીકે ધારણ કરતો ધીમે ધીમે તેમાં પ્રગતિ થઇ એક સમય એવો આવ્યો કે મનુષ્યએ સમજાણ અને સુંદરતામાં વધારો કર્યો અને ‘સિલાઇ મશીન’ નામના એક ઉપકરણની શોધ કરી, સિલાઇ મશીન કે જે કાપડની તથા તેને પહેરનારની સુંદરતાને પણ ઓપ આપે છે. એટલું જ નહીં સિલાઇ મશીન એક એવું ઉપકરણ પુરવાર થયું છે કે જે ગરીબ અને સાધારણ પરિવાર માટે જીવનનિર્વાહ ચલાવવાનું સાધન બનયું છે.
આવતીકાલે 13મી જુન રવિવારે વિશ્વ સિલાઇ મશીન દિવસ છ. તો ચાલો આજે આપણે આ સિલાઇ મશીન વિશે કેટલીક રસપ્રદ વાતો વિશે વાત કરીએ. સમગ્ર વિશ્વમાં 13મી જુન વિશ્વ સિલાઇ મશીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાથેથી સિલાઇ કામ કરવાની કળા આશરે વીશ હજાર કરતાં વધારે વર્ષો જુનીહોવાનું માનવામાં આવે છે. સૌ પ્રથમ મશીન દ્વારા સિલાઇ કરવાનું કાર્ય એક ફ્રેંચ ટેઇલરે કર્યાનું કહેવાય છે પરંતુ 1846માં સિલાઇ મશીનની પેટન્ટ ધારવનાર ઇલ્યાસ હોવેનો જન્મ 13, જુન 1819નારોજ થયેલ તેનીયાદમાં આદિવસ વિશ્વ સિલાઇ મશીન દિવસ તરીકે ઉજવવાય છે. ભારતમાં સૌ પ્રથમ ગ્રેટ બ્રિટન, જર્મની અને જાપાનથી આયાત થયેલા મશીનો ઉપર સિલાઇ કામ થતું હતું. વર્ષો અગાઉ એક દોરાથી સિલાઇ કામ કરતા વિલર મશીન ત્યારબાદ અર્ધા આંટાના અને આખા આંટાના સિલાઇ મશીનનો વપરાશ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે.
સમયની સાથે નવી ટેકનોલોજી ના લોકસ્ટીચ હાઇસ્પીડ ઓટો ઓઇલ તથા બિલ્ટ ઇન મોટર વાળા કાઇરેકટ ડ્રાઇવ મશીન ઉપરાંત વજનમાં હળવા પ્લાસ્ટીક બોડીનાં મલ્ટીપર્પઝ મશીનો મોટો પ્રમાણમાં વિદેશથી આવે છે. જેના કારણે સ્વદેશી ઉઘોગો ને હરિફાઇનો સામનો કરવો પડે છે. અને સરકારને વિદેશી હુંડીયામણ વાપરવું પડે છે. સિલાઇ મશીન ઉત્પાદન એસેમ્બલીંગ અંગે શિક્ષણ આપતી એક પણ સંસ્થા નહી હોવા છતાં આપણા કારીગરો પોતાની આગવી કોઠાસુઝથી સિલાઇ મશીનનું એસેમ્બલીંગ કામ ખૂબ જ સારી રીત કરીરહેલ છે.
સિલાઇ મશીન તથા તેના પાર્ટસનાં મોટા ઉઘોગગૃહો પંજાબના લુધીયાણા ખાતે આવેલા છે. અને ત્યાંથી આખા ભારતમાં તથા વિશ્વના અમુક દેશોમાં પાર્ટસ તથા મશીનો પુરા પાડવામાં આવે છે. સિલાઇ મશીનમાં વપરાતા બેવલ ગિયર અને હુકસેટ (શટલ) નું મેન્યુફેકચરીંગ હબ રાજકોટ છે અને સમગ્ર ભારતમાં હુકસેટ (શટલ) તથા બેવલ ગિયરનું સૌથી વધુ ઉત્પાદન કરતી ફેકટરીઓ રાજકોટમાં આવેલી છે. જે આપણા માટે ગૌરવ સમાન છે.
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી યાંત્રિક કરણનાં વિરોધી હતા છતાં પણ તેઓ સિલાઇ મશીનની તરફેણ કરતા હતા આજે વિશ્વ સિલાઇ મશીન દિવસ નીમીતે સિલાઇ મશીનમાં ઉત્પાદકો, વેપારીઓ, કારીગરો ઉપરાંત સિલાઇ મશીનનો ઉપયોગ કરીને પોતાનો જીવન નિર્વાક ચલાવીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા ભાઇ બહેનો પોતાની સર્જન શકિત દ્વારા વધુને વધુ પ્રગતિ કરવાનો દ્રઢ સંકલ્પ કરીને સિલાઇ મશીનના સંશોધકને નમન સાથ શ્રઘ્ધાંજલી.
– આલેખન: મહેશભાઇ કોટક