ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડવાથી આ શરૂઆત થઈ હતી. પશ્ચિમ બંગાળમાં શ્યામાપ્રસાદ મુખર્જી અને ઉત્તરપ્રદેશના મેરઠમાં બાબા આંબેડકરની મૂર્તિને ખંડિત કરી હતી. કેરળમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મૂર્તિ સાથે પણ તોડફોડ કરવામાં આવી હતી.એવો જ કિસ્સો શુક્રવારે મોડી રાત્રે બન્યો હતો. જેમાં જવાહરલાલ નહેરુની પ્રતિમા ઉપર સહી ફેકવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના કાટવા ટેલીફોન મેદાનમાં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની પ્રતિમા ઉપર કાળી સહી ફેંકવામાં આવી હતી. શુક્રવારે મોડી રાતે જવાહરલાલ નહેરૂની પ્રતિમા ઉપર સહી ફેંકવાની ઘટના ઘઠી હતી. ફરિયાદ બાદ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૂર્તિને સાફ કરવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com