વોર્ડ ઓફિસમાં ટેક્સ, બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, સહિતના મુદાઓની સમીક્ષા કરી
રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ નં. 8માં વિદ્યાકુંજ સોસાયટી મેઈન રોડ પર ચાલતી પેવિંગ બ્લોકની કામગીરી નિહાળી હતી તેમજ વોર્ડ નં. 8ની વોર્ડ ઓફિસમાં ટેક્સ, બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, સ્કુલ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, લાઈબ્રેરી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિગેરે સંબંધી મુદ્દાઓની સમીક્ષા કરી હતી.
વોર્ડ નં. 8માં વિદ્યાકુંજ સોસાયટી મેઈન રોડ પર હાલ જનભાગીદારી યોજના હેઠળ પેવિંગ બ્લોકની કામગીરી ચાલુ છે જેમાં મ્યુનિ. કમિશનર એ કામગીરી નિહાળી પેવિંગ બ્લોક, પેવિંગ બ્લોકની સ્ટ્રેન્થ અને મટીરીયલ્સની ચકાસણી કરી હતી. કામગીરી ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારી ને સુચના પણ આપી હતી.
આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. એચ. યુ. દોઢિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, પી.એ.(ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, આસી. મેનેજર વિવેક મહેતા, વોર્ડ ઓફિસર ભાવેશ સોનીગરા અને વોર્ડ એન્જી. કુંતેશ મેતા હાજર રહ્યા હતા.