લોકસંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, બિજલભાઇ ચાવડીયાના (સીનીયર કોંગ્રેસ અગ્રણી) જણાવ્યા મુજબ વોર્ડ નં.૧૪ના લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, કોઠારીયા કોલોની સહિતના વિસ્તારોની હાલત નર્કાગાર બની છે. ડી.આઇ. પાઇપ લાઇનના ગોકળ ગતિથી ચાલતા કામને પગલે શહેર ગામડુ બની ગયું હોય તેવો વિસ્તારના લોકોને અહેસાસ થાય છે. લક્ષ્મીવાડીના રહીશ સામાજીક અગ્રણી વિર ડાભીએ જણાવ્યું કે ત્રણથી ચાર મહિનાથી શેરીઓમાં ખાડાઓમાં પથ્થરો નાખી દીધા બાદ કોઇ દેખાતું નથી સામાન્ય વરસાદમાં કાદવ કીચડ ગંદકીનું સામ્રાજય ખડુ થાય છે.
ચોમાસાને પગલે ખાડા ખડબા અને રબડીસ્તાનને પગલે લોકોના ટાંટીયા ભાંગે કે વાહનો ખાડામાં ગરક થઇ થવાની પુરી શકયતા હોવાનું ઝાલા-ચાવડીયા ડાભીએ અંતમાં જણાવ્યું છે.