વાંકાનેરના જાલીગામમાં પ્રેમી અને પ્રેમિકાએ મળીને પોતાના પ્રેમની વચ્ચે આડખીલીરૂપ અન્ય પ્રેમીનો કાંટો કાઢવા પ્રેમી અને પ્રેમિકાએ આ જાલીગામમાં જ રહેતા પ્રેમીનું કાસળ કાઢવા કાવતરું ઘડીને જાલીગામની વાડીએ બોલાવી પ્રેમી અને પ્રેમિકાએ મળીને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને આ બનાવને આત્મહત્યામાં ખપાવવા મરણજનારના ભાઈને ઘટના સ્થળે બોલાવી કહ્યું કે મરણજનારે ઝેરીદવા પીધેલ હોવાનું ખોટું જણાવેલ, સમગ્ર હત્યાના આ બનાવમાં મરણજનારના ભાઈએ હત્યારા એવા પ્રેમી પ્રેમિકા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીઓની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.
યુવતીના પૂર્વ પ્રેમીને મોતને ઘાટ ઉતારી બનાવને આપઘાતમાં ખપાવાનો કર્યો પ્રયાસ: પોલીસ દ્વારા બન્નેની ધરપકડ
વાંકાનેરના જાલીગામે પ્રેમી અને પ્રેમિકાએ મળી અન્ય પ્રેમીને ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતાર્યો
હત્યાના આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેર તાલુકાના જાલીગામે રહેતા ચોથાભાઈ રૂપાભાઇ રંગપરાએ આરોપી ધનજીભાઈ કાનાભાઇ માલકીયા તથા અરુણાબેન મનુભાઈ ગોરીયા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે મારા મરણજનાર ભાઈ પાંચાભાઇ રૂપાભાઇ રંગપરાને અમારા ગામના અરુણાબેન મનુભાઈ ગોરીયા સાથે પ્રેમસંબંધ હોય અને આ અરુણાબેનને અમારા ગામના ધનજી કાનાભાઇ માલકીયા સાથે પણ પ્રેમસંબંધ હોય અને આ બંનેના પ્રેમસંબંધમાં પાંચાભાઇ રંગપરા આડખીલીરૂપ બનતો હોય જેથી બંને જણાએ ભેગા મળી કાવતરું ઘડી આરોપી અરુણાબેને મરણજનાર પાંચાભાઈને ભુપત ઉકાભાઈની વાડીએ બોલાવી અરુણાબેન અને ધનજીએ ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધેલ અને બનાવ આત્મહત્યામાં ખપાવવા આરોપી ધનજી કાનાભાઇએ પાંચાભાઈએ દવા પીધેલ છે તેવું ખોટુ જણાવ્યુ હતું. જેવી ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે બંને પ્રેમી પ્રેમિકા વિરુદ્ધ આઈ.પી.સી.કલમ 302,34,120બી હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.