મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા: નાયબ જીલ્લા ચુંટણી અધિકારી, ડે.કલેકટર અને શિક્ષણાધિકારીએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું
લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે વધુમાં વધુ મતદારો મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવે તેવા હેતુથી આજે વિરાણી હાઇસ્કુલના વિઘાર્થીઓ દ્વારા વિરાણી હાઇસ્કુલ ખાતે વિવિધતા સભર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં વિઘાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચી, વોટની માનવ આકૃતિ રચી પોતાના સગા સંબંધીઓને મતદાન કરવા માટે પોસ્ટકાર્ડ લખી, ચિત્ર સ્પર્ધા યોજી,મતદાન આપણી ફરજના ભાગરુપે મહારેલીનું આયોજન કરી વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન પામી રાષ્ટ્રહિતના ઉદેશ્યથી એક અભિનવ કાર્યક્રમ યોજયો હતો.
સાથો સાથ સહી ઝુંબેશ, સંકલ્પ પત્ર ભરાવી, ઇવીએમ, વીવીપેટ નિદર્શન તથા મોક પોલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિઘાર્થીઓ મતદાન નથી પરંતુ મતનું મહત્વ સમજે છે તેથી લોકોને આળસ ત્યજી આપ કા મતદાન લોકતંત્ર કી જાન, રેઇઝ વોટ રેઇઝ વોટસ શિર્ષક હેઠળ મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રાવલ, નાયર ચુંટણી અધિકારી ઘાઘલ રાજકોટ જીલ્લાના સ્વીપના નોડલ અધિકારી અને રાજકોટ જીલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાઘ્યાય, ડે. કલેકટર જેગોડા ટ્રેનર અરુણભાઇ દવે તથા ટ્રસ્ટનાપ્રમુખ જયંતભાઇ દેસાઇ અને અન્ય અધિકારીઓ ઉ૫સ્થિત રહી વિઘાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. આ પ્રસંગે પ્રિતિબેન ધોળકીયા લિખિત મતદાન જાગૃતિ માટેનું અંગ્રેજીમાં લખાયેલ પ્રથમ પુસ્તક રેઇઝ વોટ રેઇઝ વોઇસ નું વિમોચન મહેમાને હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રિતિબેન ધોળકીયાએ જણાવ્યું કે મતદાન જાગૃતિનો આ કાર્યક્રમ ત્રણ મહીનાથી લગાતાર કરીએ છીએ. બે વર્લ્ડ રેકોર્ડ એક સાથે છે. મતદાન અંતર્ગત એક બુક લખેલી છે જે બુકનું નામ રેઇઝ વોટ રેઇઝ વાઇસ છે. ૭૦૦ થી ૮૦૦ વિઘાર્થીઓને લઇને રેલી કરી રહ્યા છીએ. અને રોડ શો પણ રજુ કરીએ છીએ સાથે વોટીંગ અવેનસમાટેના સ્લોગન્સ, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, અને પછી વી.ઓ.ટી.ઇ. ૩૦૦ જેટલા વિઘાથી સાથે વોટ લખી આપી આકૃતિ બનાવવામાં આવેલ છે. પછી રોડ શો, રેલી અને છેલ્લે બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
હરેન્દ્રસિં ડોડીયાએ જણાવ્યું કે લોકશાહીનું મહાપર્વ ચૂંટણી સમગ્ર ગુજરાતની અંદર ર૩ એપ્રિલના દિવસે યોજાવાની છે ત્યારે વિરાણી હાઇસ્કુલનાં બાળકો દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધતા સભર કાર્યક્રમ જે રજુ કરવામાં આવેલ આ વિઘાર્થી કોઇ મતદાન નથી પણ ભાવિ મતદાન ચોકકસ છે.
આ વિઘાર્થીઓ દ્વારા બધાને એક પ્રકારની પ્રેરણા આપવામાં આવી કે મતદાન નું મહત્વ કેટલું છે તે વિઘાર્થીઓ સમજે છે તેથી એક જાગૃત થઇ આળસ ત્યાગી ૧૦૦ ટકા ભવિષ્યમાં જે મતદાન કરે એ માટેનો વિવિધતા સભર કાર્યક્રમન છે અને રાજકોટ જીલ્લા ચુંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ વિરાણી હાઇસ્કુલ ખાતે કરવામાં આવેલો જેની અંદર રેઇન વોઇસ આ પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ છે.
તે ઉપરાંત વહેલી સવારે ૮ થી ૯ દરમ્યાન વિઘાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા, યોજવામાં આવી હતી આ ઉપરાંત પ૦૦ વિઘાર્થી પોત પોતાના સગા વ્હાલા અને જુના પાડોશી ને પત્ર લખી અને મતદાન કરવા માટેની પ્રેરણા આપતો પત્ર લખશે આ ઉપરાંત વિઘાર્થીઓ દ્વારા વી.ઓ.ટી.ઇ. વોટ ની એક માનવ આકૃતિ બનાવી એક મહારેલી યોજી વિશાળ માનવ સાંકળનું આયોજન પણ કરાયું છે.