વેલનાથ પરામાં વૃદ્ધ પર રિક્ષાચાલકનો હુમલો; ઉદયનગરમાં યુવક પર ભરવાડ બંધુનો હુમલો
શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળો પર મારામારી થયાના બનાવો નોંધાયા છે. મારમારીમાં ત્રણ લોકો ઘવાતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્રણેય બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના વિરમાયા પ્લોટ-૧માં રહેતાં અને શેર બજારની ઓફિસમાં કામ કરતાં મયુર રામજીભાઇ પરમાર (ઉ.વ.૨૨)ને રાત્રીના નાના મવા સ્મશાનમાં હતો. ત્યારે તેના મિત્રના મિત્ર પ્રવિણ અને કૃણાલ ઝઘડો કરી લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. મયુરના કહેવા મુજબ પોતે ઘરે હતા ત્યારે મિત્ર ભુરાના મિત્રો પ્રવિણને કૃણાલે વાત કરવા માટે સ્મશાને બોલાવ્યા બાદ રૂ. પાંચસો વાપરવા માંગતા બોલાચાલી થતાં પોતાના ધોલધપાટ થઇ હતી. અગાઉ મિત્ર ભુરાને પૈસા આપ્યા હોય જેથી તેના મિત્રો પણ માંગ્યા હતા. જે ન આપતાં ડખ્ખો થયો હતો. મયુર રાતે જ હોસ્પિટલમાંથી રજા લઇ લીધી હતી. જ્યારે મવડી રોડ ઉદયનગર-૧ શેરી નં૧૯માં રહેતાં વિમલ હરીશભાઇ ચૌહાણ (ઉ.૩૧)ને સાંજે આઠેક વાગ્યે ઘર પાસે હતો. ત્યારે જિલ્લા ભરવાડ, ભરત ભરવાડ અને બે અજાણ્યા પાઇપ લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. આ ઉપરાંત વેલનાથ પરામાં લાભુભાઇ રિક્ષાવાળાએ ધોકાવ્યા મોરબી રોડ વેલનાથપરા-૧૩માં રહેતાં લાભુભાઇ મગનભાઇ સસુરા (ઉ.વ.૬૫)ને ઘર પાસે રહેતાં રિક્ષાવાળાએ નજીવી વાતે બોલાચાલી કરી ધોકાથી ફટકારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં બી-ડિવિઝન પોલીસને જાણ કરાઇ હતી.