શાપરમાં આગામી 15મીએ વાયબ્રન્ટ રાજકોટ ઇવેન્ટ યોજાવાની છે. જેમાં અંદાજે 2500 કરોડથી વધુના એમઓયું સાઈન થાય તેવી શકયતા સેવાઈ રહી છે.
શાપર વેરાવળ એસો.ના હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ગઈકાલે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા ડિટેઇલ પ્લાનિંગ કરી લેવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા અને કુંવરજીભાઈ બાવળિયા આવવાના છે.
ઉપલેટાના ઢાંક પાસે 100 કરોડના ખર્ચે સિમેન્ટ પ્લાન્ટ સ્થપાશે, શાપરમાં 15મીએ યોજાશે કાર્યક્રમ, કલેકટરના માર્ગદર્શન હેઠળ તૈયારીઓનો ધમધમાટ
બીટુબી અને બીટુજી બેઠક થશે, સર્કિટ હાઉસ આખું બુક, 19મીએ વાયબ્રન્ટ સમિટને લઈને સેમિનારનું પણ આયોજન
ગાંધીનગર જે વાયબ્રન્ટ સમિટમાં થાય છે તે જ પ્રકારે અહીં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેટલા એમઓયું થશે તેનો સાંજ સુધીમાં અણસાર મળી જશે. આ ઇવેન્ટમાં બીટુબી ( બિઝનેશ ટુ બિઝનેશ) અને બીટુજી (બિઝનેટ ટુ ગવર્મેન્ટ પેનલ) થશે.
મુખ્ય કાર્યક્રમમાં નવી ટેકનોલોજીની ચર્ચા કરાશે. શુ સ્કોપ છે રાજકોટની સ્ટ્રેનથ શુ છે તે ચર્ચા થશે. તમામ ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યા છે. જેનો આંકડો 1000 જેવો થાય છે. આ ઇવેન્ટને લઈને સર્કિટ હાઉસ આખું બુક કરવામાં આવ્યું છે. ઇવેન્ટમાં ગાંધીનગરથી પણ મોટી સંખ્યામાં અધિકારીઓ આવવાના છે. વધુમાં 19મીએ પ્રિ વાયબ્રન્ટનો બીજો કાર્યક્રમ યોજાશે. જેમા ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટ થાય છે તેને લઈને ઉદ્યોગકારો માટે સેમિનાર સહિતના કાર્યક્રમો યોજાશે.