શરદી, તાવ, ઉધરસ, બ્લડપ્રેસર, ડાયાબિટીસ સહિતની બિમારીઓ અંગે આરોગ્ય કર્મચારીઓ ખડેપગે
રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી મે થી શરૂ કરવામાં આવેલા ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા રાજ્યનાં કોવીડ-૧૯ ઈફેક્ટીવ ક્ધટેન્ટમેન્ટ ઝોન અને આજુબાજુ વસવાટ કરતાં નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર અપાઇ રહી છે. ધન્વંતરી આરોગ્યરથ અભિયાન દરમિયાન તાવ, ઉધરસ, શરદી જેવી નાની-મોટી બીમારી માટે ઓ.પી.ડી તેમજ ડાયાબિટીસ અને બ્લડપ્રેસર ચેક કરવામાં આવે છે અને જરૂરતમંદોને દવાઓ પણ વિનામૂલ્યે રથના માધ્યમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ રથમાં ઓપીડી માટે ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, આયુર્વેદ તબીબ સહિત અન્ય કર્મચારીઓ પણ સેવાઓ પૂરી પાડી રહ્યાં છે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે વેરાવળ શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ધનવંતરી આરોગ્ય રથ શરૂ કરી લોકોને ઘર આંગણે આરોગ્યની તપાસ કરી સારવાર આપવામાં આવી રહી છે. વેરાવળની મહિલા કોલેજ નજીક ગીતા નગરમાં રહેતા ૪૭ વર્ષીય જીતેન્દ્રભાઈએ ધન્વંતરી આરોગ્ય રથનો લાભ લઇ જણાવ્યું હતું કે, હું મહિલા કોલેજ નજીકથી નીકળતા જ આરોગ્ય રથના તબીબો દ્વારા મારા શરીરનું તાપમાન અને ઓક્સિજન માપી આરોગ્યની તપાસ કરી હતી અને ત્યારબાદ જરૂરી સામાન્ય દવા પણ આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના મહામારીના સમયમાં પણ સરકારે આરોગ્યપ રથ શરૂ કરી ખૂબ સારૂ કાર્ય કર્યું છે.
જીતેન્દ્રભાઇ સાથે વેરાવળ શહેરનાં નાગરિકો જ્યારે ધન્વંતરી રથ આંગણે આવ્યાની ભાળ મળતા ઘરનાં સભ્યોની આરોગ્ય તપાસણી અર્થેઆવી પહોંચતા લોકો વચ્ચે વાતચિતનો સુર કઇંક એવો રહ્યો કે રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯નાં સંક્રમણને નિવારવા આરોગ્ય સંભાળ સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.