- પતિએ દીકરીની તબિયત સારી ન હોય ઇન્ટરવ્યૂ દેવાની પાડતા પત્નીએ ઉશ્કેરાઈ પિયરિયાંને તેડાવતા ધીંગાણું સર્જાયું
- પત્ની, સાસુ અને સસરા સહિત પાંચ સામે નોંધાતો ગુનો
રાજકોટમાં અવધના ઢાળ પાસે વીર સાવરકરનગરમાં રહેતા અને નર્સિંગ કેર તરીકે નોકરી કરનાર યુવકે પોતાની દીકરીની તબિયત સારી ન હોવાથી પત્નીને જામનગર સ્થિત સૈનિક સ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપવા જવાની ના કહી હતી.જે બાબતનો ખારે રાખી સાસરિયાઓએ રાજકોટ આવી ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ મથકે નોંધાઇ છે.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં અવધના ઢાળ પાસે વીર સાવરકરનગર એ 303 માં રહેતા – વિપુલ નાનજીભાઈ દાફડા નામના યુવાને જામનગરમાં રહેતી પોતાની પત્ની રીટા, તથા સસરા મગન ભાઈ , સાસુ દીવાળીબેન, ,પાટલા સાસુ મનીષા કૌટુંબિક સાળો હાર્દિક પરમાર સહિતનાએ મારમાર્યાની ફરીયાદ યુનિવર્સિટી પોલીસ મથકે નોંધાઇ છે. .યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે નર્સિંગ કેર તરીકે કામ કરે છે. આજથી સાડા ચારેક વર્ષ પૂર્વે જામનગર રહેતા મગનભાઈ સોલંકીની દીકરી રીટા સાથે તેના લગ્ન થયા હતા. લગ્નજીવન થકી સંતાનમાં ત્રણ વર્ષની દીકરી છે છેલ્લા ત્રણ વર્ષથી પત્ની તેના માવતર રિસામણે છે અને જામનગર ફેમિલી કોર્ટમાં કેસ પણ ચાલે છે. જોકે આ દરમિયાન પત્ની અવારનવાર અહીં પતિના ઘરે રોકાવા આવતી હતી.ગત તારીખ 23/2/2024 ના સાંજના સાતેક વાગ્યા આસપાસ પત્ની રીટાને પીએચડીની એકઝામ જુનાગઢ ખાતે હોવાથી તે પુત્રી સાથે અહીં રોકાવા આવી હતી.
દરમિયાન ગઈકાલ સાંજના સાતેક – વાગ્યે પત્નીને સોમવારે સૈનિક સ્કૂલ જામનગર ખાતે ઇન્ટરવ્યૂ માટે જવાનું હોય – જેથી તે પોતાનો થેલો ભરતી હતી. યુવાનેકહ્યું હતું કે દીકરીની તબિયત સારી નથી તો રોકાઈ જા તારે નથી જવું. જેથી રીટાએ કહ્યું હતું કે, મારે જવું છે હું નથી રોકાવાની, યુવાને કહ્યું હતું કે, દીકરીની સામે તો જો તેની તબિયત સારી નથી આ સાંભળી રીટા ઉશ્કેરાઈ હતી અને કહ્યું હતું કે મને રોકવાવાળો તું કોણ? બાદમાં તેણે પોતાના પિતાને ફોન કરી દેતા સાસરિયાંઓ ગાડી લઈ અહીં યુવાનના ઘરે આવી પહોંચ્યા હતા. અહીં આવી યુવાનને કહેવા લાગ્યા હતા કે, તું મારી છોકરીને કેમ મારા ઘરે આવવા દેતો નથી. પાટલા સાસુએ કહ્યું હતું કે, ગઈ વખતે મારા પતિએ તને ખાલી ધમકી આપી હતી પરંતુ આ વખતે તને કાપી નાખીશું. આ દરમિયાન કૌટુંબિક સાળા હાર્દિક ઉશ્કેરાઈ જઈ યુવાનને ઢીકાપાટુનો માર મારતાં પોલીસને જાણ કરી પોલીસ ઘટનસ્થળે પહોંચી જઈ વિપુલની ફરિયાદ પરથી પત્ની સહિતના સાસરિયાંઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .