મ્યુ. કચેરીના મુખ્ય દ્વારને કરી તાળાબંધી
સાત દિવસમાં પ્રશ્ન હલ કરવા મ્યુ. પ્રમુખની ખાત્રી
શહેરનાં વાણીયાવાડ વિસ્તારમાં ગટરના પાણી ઘુસી જતા વેપારીઓ પાલીકા કચેરીએ ઘસી ગયા હતા અને પ્રમુખ તથા ચીફ ઓફીસરને ધારદાર રજૂઆત કરી હતી મ્યૂ. તંત્રને રજૂઆત બાદ પ્રમુખ લતાબેન સોલંકીએ સાત દિવસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી.
ભુજ વાણીયાવાડ વિસ્તારોમાં ગટરના પાણી ઘુસી જતા વેપારીઓ દ્વારા ભુજ નગરપાલિકા માં આવ્યા હતા અને નગરપાલિકાના મુખ્ય દ્વાર બંધ કરી નાખ્યા હતા ત્યારબાદ મોડેથી આવેલા ચીફ ઓફિસર નીતિના બોડાત તેમજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી ને રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બારોટ તેમજ શહેર ટ્રાફિક ના પીએસઆઇ ઝાલા સહિતનો સ્ટાફ ભુજ નગરપાલિકામાં ખડે પગે રહ્યો હતો નગરપાલિકાના પ્રમુખ લતા બેન સોલંકી રસ્તા મુદ્દે લેખિતમાં બાંહેધરી આપી હતી
શહેરનાં વાણીયાવાડ અને વોંકળાના વેપારીઓની રજૂઆત મુજબ વાણીયાવાડ અને વોકળા ફળીયાના ગટરનાં પાણી ઓવરફલો થયા છે. હાલની પરિસ્થિતિમાં વધુ વરસાદ હોવાના કારણે પ્રશ્ર્નો ઉભા થયા છે જે બાબતે નગરપાલિકા દ્વારા તાત્કાલીક કામગીરીશરૂ કરી છે. ભીડ નાકા પાસે કામ પૂર્ણ કરાયેલા છે અને સ્ટેશન રોડ પાસે જે ગટર બેસી ગઈ છે. તેનું કામ પણ શરૂકરવામાં આવેલ છે. સાત દિવસ વરસાદનું વિઘ્ન નહિ નડે તો પૂર્ણ કરવામાં આવશે.તેમજ ભવિષ્યમાં પણ જનતાને નડતર રૂપ સમસ્યાને જડથી નિકાલ લાવવામાં આવશે.તેમ પ્રમુખ લતાબેન સોલંકીએ જણાવ્યું હતુ
તેમણે વધુમાં જણાવ્યું કે પાણી પૂરવઠા બોર્ડ મારફત નવી ગટર લાઈનો નાખવાનું આયોજન કરેલું છે. જેની કામગીરી પાણી પૂરવઠા દ્વારા તાત્કાલીક શરૂ થાય અને તે કામ પૂર્ણ થાય તે બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.