માતા-પિતા વિહોણી દિકરીઓના જાજરમાન લગ્નના કોડ પૂરા કરશે ‘દીકરાનું ઘર’: પ્રજ્ઞાચક્ષુ દીકરીને ક્ધયાદાન કરી સોભાગ્ય પ્રાપ્ત કરશે
દીકરાનું ઘર ” વૃદ્ધાશ્રમ ઢોલરા તેમજ માતુશ્રી મણીબેન તથા પિતાશ્રી રવજીભાઈ રોકડની સ્મૃતિમાં તેમના પુત્ર ધીરૂભાઈ રોકડ પરિવાર દ્વારા સતત પાંચમા વર્ષે માતા – પિતા વિહોણી અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ ર3 દીકરીઓનો ઐતિહાસિક – જાજરમાન – શાહી લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આગામી તા .18 ડિસેમ્બરના રોજ રાજકોટના આંગણે યોજાનાર છે .
આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી , અનુપમ દોશી , સુનીલ વોરા , નલીન તન્ના તેમજ કીરીટભાઈ આદ્રોજાએ જણાવ્યું છે કે ” દીકરાનું ઘર ” વૃદ્ધાશ્રમની છેલ્લા ર5 વર્ષની સેવા યાત્રા છે . ” દીકરાનું ઘર ” વૃદ્ધાશ્રમનો વિશાળ પરિવાર છે . ” દીકરાનું ઘર ” તેની સેવા પ્રવૃતિથી દેશવિદેશમાં ખ્યાતિપ્રાપ્ત બન્યું છે . ” દીકરાનું ઘર ” ના ર00 થી વધુ સમર્પિત કર્યાકર્તાઓ નિરાધાર માવતરોની સેવા કરી તેના દીકરા બનવાની સાથોસાથ સમાજની માબાપ વગરથી અથવા બાપ વગરની દીકરીઓના પિતા બનવાનું ભાગ્ય છેલ્લા પાંચ વર્ષથી મેળવી રહયુ છે . આજે એક દિકરીઓનો પ્રસંગ કરવો એ માબાપ માટે ચિંતાનો વિષય બની જતો હોય છે ત્યારે ર3-ર3 દીકરીઓને સમૃદ્ધ આણું આપી આંખમાં હર્ષના આંસું સાથે દીકરીઓને વિદાય આપી તેના સંસારમાં સુખી થાય તેવો અદભૂત પ્રસંગ વહાલુડીના વિવાહ યોજવા જઈ રહયું છે . આ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને એક ઘરમાં હોય તેવી તમામ કરીયાવરની વસ્તુઓ ભેટ આપવામાં આવે છે . સાથો સાથ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આવી દીકરીઓને ક્ધયાદાન કરી તેમની જવાબદારી ઉપાડવામાં આવે છે અને માતાપિતાની હૂંફ પણ પૂરી પાડવામાં આવે છે .
” દીકરાનું ઘર ’ પરિવાર દ્વારા સામાન્ય રીતે પ્રતિ વર્ષ રર દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે . પરંતુ ચાલુ સાલ વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં રહેતી એક પ્રશાચક્ષુ દીકરી મમતા હરીયાણીના આ વહાલુડીના વિવાહમાં રંગેચંગે ઉમંગથી કરાવવામાં આવશે ત્યારે અદભૂત દ્રશ્યો સર્જાશે અને આકાશમાંથી પણ ભગવાન પુષ્પવર્ષા કરશે . આ પ્રજ્ઞા ચક્ષુ દીકરી મમતા હરીયાણીને શહેરના યુવા અગ્રણી અને ’ દીકરાનું ઘર ’ ’ પરિવારના સુનીલ મહેતા તરફથી એક તોલો સોનું ભેટ અપાશે . વહાલુડીના વિવાહમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરીયાવર ઉપરાંત એક તોલો સોનું પણ અપાશે . જેના યજમાન શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને દીકરાનું ઘરના ટ્રસ્ટી શિવલાલભાઈ આદ્રોજા તેમજ રેવાબેન આદ્રોજા , અશ્વિનભાઈ કિરીટભાઈ અને જીજ્ઞેશભાઈ આદ્રોજા બન્યા છે . સંસ્થા દ્વારા સમગ્ર આયોજનમાં કોઈ અનીચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગ રૂપે ઈમરજન્સી મેડીકલ સારવારની સુવિધા , બે એમ્બ્યુલન્સ , ફાયર સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે . આ ઉપરાંત સમગ્ર વહાલુડીના વિવાહના પ્રસંગને 1 કરોડના વીમાથી સુરક્ષિત કરવામાં આવેલ છે .
સમગ્ર આયોજનમાં ર00 થી વધુ કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરી રહયા છે . તેની સાથોસાથ શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો આયોજનમાં સતત માર્ગદર્શન પૂરું પાડી રહયા છે . જેમાં દીકરાનું ઘરના ટ્રસ્ટી શ્રી મૌલેશભાઈ ઉકાણી , શિવલાલભાઈ આદ્રોજા વલ્લભભાઈ સતાણી પ્રતાપભાઈ પટેલ , ડો.નિદત બારોટ , વસંતભાઈ ગાદેશા , અનુપમભાઈ દોશી , હસુભાઈ રાચ્છ , વિમલભાઈ ખુંટ , નંદલાલભાઈ માંડવીયા , વીરાભાઈ હુંબલ , ઉપરાંત ગૌરાંગભાઈ ઠકકર , રાકેશભાઈ ભાલાળ શ , પ્રવિણભાઈ હાપલીયા , અશ્વિનભાઈ પટેલ , કિરીટભાઈ પટેલ , સુનીલ મહેતા , દીપકભાઈ જલુ , પ્રજ્ઞેશભાઈ પટેલ , ઉપેનભાઈ મોદી , હરેશભાઈ પરસાણા , ધર્મેશ જીવાણી , ડો.હરદેવસિંહ જાડેજા , હરેનભાઈ મહેતા , ઘનશ્યામભાઈ રાચ્છ , શૈલેષભાઈ જાની , ભાવેશભાઈ તળાવીયા , ડો.મયંકભાઈ ઠકકર સહિતનાનો સમાવેશ થાય છે . વહાલુડીના વિવાહ પ્રસંગે ” દીકરાનું ઘર ” દ્વારા સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો તેમજ સાધુ – સંતો , રાજકીય આગેવાનો , વિવિધ એસોસીએશન તેમજ સંસ્થાના હોદ્દેદારો , સહકારી ક્ષેત્રોના આગેવાનો , શિક્ષણ તેમજ મેડીકલ ક્ષેત્રે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહે તેવો પ્રયત્ન પણ હાથ ધરાયો છે.
સમગ્ર વહાલુડીના વિવાહના આયોજનમાં યશવંતભાઈ જોષી , ફાલ્ગુનીબેન કલ્યાણી , ગીતાબેન વોરા , દોલતભાઈ ગાદેશા , હરીશભાઈ હરીયાણી , પરિમલભાઈ જોશી , જયેન્દ્રભાઈ મહેતા , નુભાઈ ગાંધી , મહેશ જીવરાજાની , જીજ્ઞેશ પુરોહિત , પંકજ રૂપારેલીયા , વિમલ પાણખન્નીયા , રાજુભાઈ વસંત , ધીરજભાઈ ટીલાળા , રૂપા વોરા , વર્ષાબેન પોપટ , મૌસમી કલ્યાણી , દીનાબેન મોદી , આશાબેન હરીયાણી , ગીતાબેન એ . પટેલ , હસુભાઈ શાહ , જીજ્ઞેશભાઈ આદ્રોજા , પ્રનંદ કયાાણી , પ્રશાંત ગાંગડીયા , રાજદીપ શાહ , અતુલ વોરા , ઉપીન ભીમાણી , શૈલેષ દવે સહિતના ભારે જહેમત ઉઠાવી રહયા છે.
વહાલુડીના વિવાહની રૂપરેખા
વહાલુડીના વિવાહના લગ્નોત્સવ પહેલા ગત તા .ર7 નવેમ્બરના રોજ દરેક દીકરીઓ પોતાના સંસારમાં સુખી થાય તેવા શુભઆશયથી કુટુંબ એટલે હું નહિ પણ આપણે એ વિષય ઉપર ડો.જયોતીબેન રાજયગુરૂનો સેમીનાર પણ રાખવામાં આવેલ . આ ઉપરાંત ગત તા . 7 ડિસેમ્બરના રોજ દીકરીઓના પિયર પક્ષના લોકો જોઈ શકે તે માટે આણું દર્શન , દાંડીયા રાસ તેમજ દીકરી ઉપર સાહિત્ય પીરસતો અદભૂત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો . આગામી તા .18 ડિસેમ્બરને રવિવારના રોજ ગીત સંગીત , વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભવ્ય લગ્નોત્સવ 80 હજાર ફૂટમાં પથરાયેલ નવા રીંગ રોડ ઉપર આવેલ વિશ્વા પાર્ટી પ્લોટ ખાતે યોજાશે . વહાલુડીના વિવાહનું આ વખતનું યજમાન પદ શહેરના જાણીતા બિલ્ડર ધીરૂભાઈ રોકડ , પારૂલબેન રોકડ , ચેતનભાઈ
એક દિકરી નહીં અમને ર3 દીકરીઓને સંસારના પર જોડવાનો લ્હાવો મળ્યો છે: ડો.ફાલ્ગુનીબેન કલ્યાણી
અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા ડો. ફાલ્ગુનીબેન કલ્યાણીએ વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ‘વ્હાલુડીના વિવાહ-5’માં ર3 દીકરીઓને લગ્નોત્સવમાં ‘દીકરાનુ ઘર’ના ર00થી વધુ સમર્પિત કાર્યકર્તાઓએ પોતાના ઘરના કામકાજ તેમજ પ્રસંગે છોડીને માતા-પિતા વિહોણી દિકરી ને ક્ધયાદાન આપશે ર3 દિકરીઓનાં સમૃધ્ધ આણુ આપી એટલે તમામ કરિયાવર વસ્તુઓ ભેટ આપશે તેમ આવી દીકરીઓને ક્ધયાદાન કરી તેમની જવાબદારી એટલે તેમને માતા-પિતાની જયારે સારા નરસા પ્રસંગ હાજરીની સાથે હુંફ પૂરી પાડવાની પણ જવાબદારી સંભાળશે. આ વખતે વ્હાલુડીના વિવાહમાાં એક પ્રજ્ઞાચક્ષુ દીકરીને રંગેચંગે ઉંમગથી લગ્ન કરાવવામાં આવશે પ્રજ્ઞાચક્ષુ દીકરી ભવિષ્ય તમામ જવાબદારી અને તેમના ઈચ્છા મુજબ બધા બોલ જીલવામાા આવશે.