કોરોનાના કહેર વચ્ચે ૧૭ ધનવંતરી રથ આરોગ્ય સેવા આપશ
કોરોનાના કપરા સમયમાં લોકોને ઘર આંગણે જ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે શહેરમાં ધનવંતરી આરોગ્ય રથ શરુ કરવામાં આવ્યા છે.
વડોદરા મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ હસ્તક કુલ ૩૪ અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ કાર્યરત છે.
શહેરમાં નોવેલ કોરોના વાગરસના સંક્રમણની પરિસ્થિતિને સંદર્ભે આરોગ્ય સેવાઓ ઘર આંગણે મળી રહે તેવા અભિગમ અને આગોતરા આયોજનના ભાગરુપે સમગ્ર શહેર વિસ્તારમામાં તા. ૧-૪-૨૦ ને બુધવારે મેયર ડો. જિગીષાબેન શેઠના વરહ હસ્તે કુલ ૧૭ ધન્વંતરી આરોગ્ય રથ નું ફલેટ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા કુલ ૧૭ ધન્વંતરી રથ કાર્યરત થશે. આ આયોજન અંતર્ગત ર અર્બન હેલ્થ સેન્ટર, ૧ ધન્વંતરી રથમાં ૧ આયુષ ડોકટર, ૧ ફાર્માસીસ્ટ- ફીમેલ વર્કર અને અન્ય ૧ ફીમેલ હેલ્થ વર્કર ઉ૫સ્થિત રહેશે. તેઓ સાથે જરુરી તમામ દવાઓ, બી.પી. ઇસ્ટ્રુમેન્ટ, પલ્સ ઓકસીમીટર તેમજ અન્ય સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોવિડા-૧૯ના કેસ અંગે ઉપલબ્ધ વિગતો અને વિસ્તારોને ઘ્યાને લઇ ટ તૈયાર કરી હાઉસ ટુ હાઉસ, આઉટ રીચ ઓપીડી, તાવ અને આરોગ્યલક્ષી સેવાઓ સારવાર આપવામાં આવશે. ત્યાર બાદ જેમ જેમ જરુરીયાત જણાશે તેમ તેમાં વધારો કરવામાં આવશે તેમ મહાપાલિકાએ જણાવાયું છે.
ઉપરોકત કામગીરીની સાથોસાથ કોવિડા-૧૯ અંતર્ગત અમલમાં મુકવામાં આવેલ નંબર ૧૦૪, ૧૧૦૦, ૧૮૦૦ ૨૩૩-૦૨૬૫ વીએમસી હેલ્પલાઇન ટેલીક્ધસલ્ટન્ટ હેઠળ મળેલ ફરીયાદોના નિકાલ અંગેની કામગીરી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના સતીષભાઇ પટેલ, ડે.મ્યુનિ. કમિશ્નર સુધીર કે. પટેલ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્તભાઇ શ્રીવાસ્તવ, આરોગ્ય સમીતીના અઘ્યક્ષ ડો. રાજેશ શાહ, શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, દંડક અલ્પેશ લિંબાસીયા, મ્યુનિ. સભાસદ રાજેશ આયરે તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.