- વડોદરામાં દેશી પિસ્તોલ સાથે પરપ્રાંતીય ઝડપાયો
- એમપીનો શખ્સ વેચવા આવ્યો અને પકડાય ગયો હતો
- પિસ્તોલ લેવા આવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે
અવાર નવાર દેશી પિસ્તોલ બનાવટ થતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફરી એકવાર વડોદરા શહેરમાં હાથ બનાવટની દેશી પિસ્તોલ લઈને વેચવા માટે ફરી રહેલ મધ્યપ્રદેશના એક શખ્સને SOG પોલીસે દબોચી લીધો છે. જ્યારે પિસ્તોલ લેવા આવનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
SOG પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે વડોદરા શહેરમાં જૂના પાદરા રોડ પર મધ્ય પ્રદેશનો એક શખ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ વેચવા માટે આવ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં બાતમીમાં જણાવેલ વર્ણન મુજબનો શખ્સ દેખાતા તેને ઘેરી લીધો અને તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી.
પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સુનીલ બામણીયા જણાવ્યું હતું અને તે મધ્યપ્રદેશના આમલાલ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત દેશી હાથ બનાવટની પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો.
જે દરમિયાન એક શકમંદ યુવક પાસેથી અરુણ રૂ.50 હજારની કિંમતની રિવોલ્વર મળી આવી હતી. પૂછપરછ દરમ્યાન તેનું નામ સુનિલ બામણીયા હોવાનું ખૂલ્યું હતું. તેમજ સુનિલે આ રિવોલ્વર તેના દાદાની હોવાની કબુલાત કરી હતી અને મોરી નામનો શખ્સ રિવોલ્વરની ડિલિવરી લેવા આવનાર હોવાની વિગતો કબૂલી હતી. જેથી પોલીસે મોરી નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.