રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરનાર મહાસતીજીઓની દીક્ષા જયંતિ ઉજવાશે
જૈન ધર્મનાં આગમગ્રંથ ભગવતી સૂત્રમાં જિનેશ્વર ભગવાને સંસાર ત્યાગીને શ્રમણ ધર્મ અંગીકાર કરનાર સંયમી આત્માઓની આત્મિક પ્રસન્નતા અનુત્તર દેવલોકનાં દેવોને સુખને પણ ઓળંગીને જાય, તેમ ફરમાવ્યું છે.રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં પરમ શરણમાં દીક્ષિત થયેલા અને પૂજ્ય મુક્ત-લીલમ -વીર ગુરુણીનાં સાંનિધ્યે શિક્ષીત થયેલા આવા ૨૮-૨૮ સાધ્વીરત્નાઓનો ડો.પૂજ્ય ડોલરબાઈ મ.સ.નાં સાંનિધ્યે પ્રવ્રજ્યા પાવનોત્સવ ૦૪.૦૨.૨૦૧૯, સોમવારે સવારે ૦૯:૦૦ કલાકે વર્ધમાન સ્થા.જૈન સંઘ- પાવનધામ, હાથીનગર, દિવાળીપુરા, ઓલ્ડ પાદરા રોડ, વડોદરાનાં આંગણે આયોજિત કરવામાં આવ્યો છે.
ઈ.અ., એન્જીનીયર, ડોકટરની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલા ૨૮ સંયમી આત્માઓ- પૂજ્ય પરમ સૌમ્યાજી મહાસતીજી, પૂજ્ય પરમ સંબોધિજી મહાસતીજી,પૂજ્ય પરમ પવિત્રાજી મહાસતીજી, પૂજ્ય પરમ સમાધિજી મહાસતીજી, પૂજ્ય પરમ તપસ્યાજી મહાસતીજી, પૂજ્ય પરમ દિવ્યતાજી મહાસતીજી, પૂજ્ય પરમ મિત્રાજી મહાસતીજી, પૂજ્ય પરમ અનન્યાજી મહાસતીજી, પૂજ્ય પરમ પ્રતિષ્ઠાજીમહાસતીજી, પૂજ્ય પરમ કૃપાજી મહાસતીજી, પૂજ્ય પરમ વિરક્તાજી મહાસતીજીની પાંચમી દીક્ષા જયંતિ તેમજ ૩ વર્ષની દીક્ષા પર્યાય ધરાવનાર પૂજ્ય પરમ અસ્મિતાજી મહાસતીજી, પૂજ્ય પરમ સન્મિત્રાજી મહાસતીજી, પૂજ્ય પરમ આમન્યાજી મહાસતીજી, પૂજ્ય પરમ સાંનિધ્યાજી મહાસતીજી, પૂજ્ય પરમ ૠજુતાજી મહાસતીજી, પૂજ્ય પરમ ઋષિતાજી મહાસતીજીની તૃતિય દીક્ષા જયંતિ તેમજ પડઘા-પરમધામના આંગણે ૦૪.૦૨.૨૦૧૮ ના શુભ દિને સંયમ અંગીકાર કરનાર નવદીક્ષિત સાધ્વીજીઓ- પૂજ્ય પરમ અર્પિતાજી મહાસતીજી, પૂજ્ય પરમ સમ્યક્તાજી મહાસતીજી, પૂજ્ય પરમ અનુભૂતિજી મહાસતીજી, પૂજ્ય પરમ જિનવરાજી મહાસતીજી, પૂજ્ય પરમ શ્રુતિકાજી મહાસતીજી, પૂજ્ય પરમ પાવનતાજી મહાસતીજી, પૂજ્ય પરમ પ્રભુતાજી મહાસતીજી,પૂજ્ય પરમ સાત્વિકાજી મહાસતીજી,પૂજ્ય પરમ વિભૂતિજી મહાસતીજી, પૂજ્યપરમ ગરિમાજી મહાસતીજી, પૂજ્ય શ્રી પરમ આત્મિકાજી મહાસતીજીની પ્રથમ દીક્ષા જયંતિ અવસરે સંયમ શુભેચ્છા અવસર આયોજનનો લાભ પાવનધામ સંઘ,વડોદરાને પ્રાપ્ત થતા સર્વત્ર હર્ષોલ્લાસ વ્યાપી ગયો છે.
૧ વર્ષ,૩વર્ષ અને ૫વર્ષનાં સંયમજીવન માટે અંતરભાવોની અભિવ્યક્તિ કરતાં મહાસતીજીઓને મળેલી હિતશિક્ષા અને સંયમજીવનના અનુભવોનું શ્રવણ કરીને સંયમ ધર્મ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવાનાં આ પાવન અવસરે સર્વને પધારવા ભાવભીનું આમંત્રણ છે.