પાક. જેલમાં માછીમાર મરશે તો રાજય સરકર પરિવારજનોને ચાર લાખ આપશે: મુખ્યમંત્રી
માંગરોળ બંદર ખાતે ફીશીંગ હાબઁર ફેઝ-૩ના ખાતમુહુતઁ તેમજ તાલુકાના ૪૫ ગામોને નમઁદાના નીર પહોંચાડવાની જુ પાણી પુરવઠા યોજનાના લોકાપઁણ પ્રસંગે અત્રે આવી પહોંચેલા રાષ્ટ્રપતિ રામના કોવિંદે જણાવ્યું હતું કે- મારું પહેલુ ઘર ઉત્તરપ્રદેશ અને બીજુ ઘર ગુજરાત છે. ગુજરાતમાં જે પ્રેમ,આત્મીયતા મળ્યા છે,તે અન્ય કોઈ રાજયમાં મળ્યા ની.આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાક.ની જેલમાં કેદ કોઈ પણ માછીમાર મૃત્યુ પામશે તો સરકાર દ્રારા તેના પરિવારજનોને ચાર લાખ રૂ.ની સહાયની કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
આજે આ કાયઁક્રમમાં રાષ્ટ્રપતિ,મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાતના ગવનઁર ઓ.પી.કોહલી,જળસિંચાઈ મત્રી જશાભાઈ બારડ,સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી,જુનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ ઉપસ્તિ રહ્યા હતા.ખારવા સમાજ તા મુસ્લિમ સમાજ દ્રારા રાષ્ટપતિનું હાર પહેરાવી સન્માન કરાયું હતું.સાગરખેડુઓએ મુખ્યમંત્રી સ્વચ્છતા નિધી માટે ૧.૫૧ લાખનો ચેક તા બોટનું સ્મૃતિચિન્હ અપઁણ કયાઁ હતા.સન્માની ભાવવિભોર યેલા રામના કોવિંદે ગુજરાતને પોતાનું બીજું ઘર ગણાવ્યું હતું. ઉપસ્તિ જનમેદનીને સંબોધી તેઓએ કહ્યું હતું કે તમે દેશના નાગરીક જ નહીં,રાષ્ટ્રનિમાઁતા છો.રાષ્ટ્રપતિ ભવન દરેક ભારતીય માટે ખુલ્લુ છે.હું દુર ની,દિલી દરેકની નજીક છું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિરોધપક્ષને ચામાચીડીયા સો સરખાવી વિકાસને જોવા માટે પણ દ્રષ્ટિની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું.તેઓએ સરકાર સંવેદનશીલ છે,જાડી ચામડીની નહીં હોવાનું કહી ઉમેયુઁ હતું કે માછીમારી દરમિયાન દરીયામાં ગુમ યેલા માછીમારોની અત્યાર સુધી સાત વષઁ રાહ જોવાતી હતી. ત્યારબાદ તે પરત ન આવે તો પરિવારને સહાય અપાતી હતી. પરંતુ હવે ગુમ યેલા માછીમારોની સાતને બદલે એક વષઁ બાદ જ સહાય પુરી પાડવામાં આવશે.આ ઉપરાંત દરીયાઈ તોફાનમાં માછીમાર મૃત્યુ પામશે તો ચાર લાખ આપવામાં આવશે તેમજ માછીમારોને ગત વષઁના ડીઝલ વેટ માફીની ૧૭૦ કરોડ જેટલી રકમ દિવાળી પહેલાં ચુકવી આપવામાં આવશે.તેમ જણાવ્યું હતું.