વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 230 થી 249 સીટ મળે તેવી આશા
વર્ષ 2022 માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાશે જે માટે અત્યારથી જ સર્વે શરૂ થઈ ચૂક્યો છે જેમાં ભાજપ ફરી એક વખત સત્તાના સૂત્રો હાંસલ કરે તેવી શક્યતા સેવાઇ રહી છે એટલું જ નહીં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 230 થી 249 સુધી ફીટ મળે તેવો આશાવાદ પણ જોવા મળી રહ્યો છે. જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમા એ વાત સ્પષ્ટ છે કે ભાજપનું કમળ ફરી ઉત્તર પ્રદેશમાં જોવા મળશે અને યોગી આદિત્યનાથ બીજી વખત ઉત્તર પ્રદેશની કમાન સંભાળશે. બીજી તરફ તે અંગે પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં સમાજવાદી પાર્ટી ૧૩૭ થી ૧૫૨ બેઠકો સાથે બીજા ક્રમ પર રહી શકે છે જ્યારે બસપા અને કોંગ્રેસ આ રેસમાંથી બહાર થઈ જશે.
સર્વેમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ભાજપ અને તેના સાથી પક્ષો માટે નો વોટ શેર 38.6 ટકા જેટલો રહેશે જે ગત 2017ની ચૂંટણી થી ત્રણ ટકા જેટલો ઓછો હોઈ શકે છે. અરે વોટ શેરમાં પપ્પા અને તેના સંલગ્ન પાર્ટીનો વોટશેર છે ૩૪.૪ ટકા જેટલો રહેશે જે ગત વર્ષની સરખામણીમાં વધુ હોઈ શકે છે.
ભાજપ માટે ઉત્તર પ્રદેશ ગઢ જીતવો ખૂબ જ અગત્યનો છે સાથોસાથ જે રીતે ભાજપ પક્ષ દ્વારા જે કાર્યો હાથ ધરવામાં આવેલા છે તેના પગલે ભાજપ પક્ષ ડો.વિજય સુનિશ્ચિત થશે એટલું જ નહીં યોગી સરકાર દ્વારા લો એન્ડ ઓર્ડર માટે જે નિર્ણય લેવામાં આવ્યા છે અને કાશી મથુરા ના મુદ્દાઓને ઝડપભેર સોલ કરવામાં આવતા ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપનું આદિ પત્યા બાદ જોવા મળશે તો નવાઈ નહીં બીજી તરફ ભાજપ માટે નબળી કડી જો કોઈ સાબિત થઈ શકે તો તે એ છે કે લખીમપુર ખેરીનો બનાવ અને ગોવિંદની બીજી વેવ.
હાલ જે ઇલેક્શન માટે સર્વે હાથ ધરવામાં આવેલો હતો તે કુલ ૨૧,૪૮૦ લોકો માંથી કરવામાં આવેલો છે. ત્યારે આ સર્વેમાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપનો ગઢ ફરી પ્રસ્થાપિત થશે અને ઉત્તર પ્રદેશની કમાન યોગી આદિત્ય નાથ ને ફરી સોંપવામાં આવશે.
પંજાબમાં કોંગ્રેસની અંદરોઅંદર ની લડાઈ ભાજપ માટે નહીં ‘આપ’ માટે અચ્છે દિન
પંજાબમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસની અંદરોઅંદરની લડાઇ ભાજપ માટે નહીં પરંતુ આપ માટે અચ્છે દિન આવશે તેવું હાલનું ચિત્ર દેખાઈ રહ્યું છે. હાલ જે વિધાનસભા ચૂંટણી પૂર્વે જે સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાં એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે આમ આદમી પાર્ટી પંજાબની સાથે ગોવા અને ઉત્તરાખંડમાં પણ પોતાનું વર્ચસ્વ ઊભું કરવામાં સફળ રહેશે.
આંકડાકીય માહિતી મુજબ પંજાબમાંથી આમ આદમી પાર્ટીને ૫૩ થી ૫૭ ટકા જેટલી બેઠક મળી શકશે જ્યારે કોંગ્રેસને ૪૧ થી ૪૫ જેટલી બેઠકો મળશે. અને અકાલી દળ ૧૪ થી ૧૭ બેઠકો વચ્ચે જીત હાંસલ કરી શકે છે. તમે વાસ્તવિકતા એ પણ છે કે ભાજપ સાથે કેપ્ટન અમરિંદર સિંઘની જે પાર્ટીનું ગઠબંધન થયું છે તેને પોતાની છાપ ઊભી કરવામાં પણ તકલીફ ઉદ્ભવીત થઇ શકે છે.
આમ આદમી પાર્ટી દ્વારા જે દિલ્હીમાં કાર્ય હાથ ધરવામાં આવેલા છે તેને જોતાં અને તેની અસર વર્ષ 2022 ના વિધાનસભાની ચૂંટણીઓ પર જોવા મળી શકે છે જેમાં આપનું પ્રભુત્વ પંજાબની સાથોસાથ ઉત્તરાખંડ અને ગોવામાં પણ જોવા મળશે.