૫૦ વર્ષીય આધેડ સાથે ૩ લાખના સોદામાં બાળકીને વહેંચી નાખી
રેપ કેસના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ૧૬ વર્ષની બાળકી ચાર બાળકોને જન્મ આપી ચુકી છે તેના માતા-પિતાએ ૮ વર્ષની ઉમ્રમાં રાજસ્થાનના એક પુરુષને વહેંચી દિધી હતી. તેણે તેના માતા-પિતા અને આન્ટી વિરુઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆરના આધારે છોકરીના વાલીએ તેને ૨૦૧૦માં ભરતપુરમાં વહેંચી નાખી હતી અને તેની ૬ અને ૪ વર્ષની બહેનોને પણ રાજસ્થાનમાં વહેંચી નાખી હતી. તેનાથી સૌથી મોટી બાળકી પર વારંવાર બળાત્કાર ગુજારાયો હતો અને તેનાથી તેને ચાર બાળકો થયા છે. ભરતપુરના ઘરમાંથી ભાગીને તે સમ્પાલમાં તેના સંબંધીઓને ઘેર બચીને પહોંચી હતી.
નકસા પોલીસ સ્ટેશનના ઓફિસર સર્વેન્દ્રકુમાર શર્માએ જણાવ્યું હતું કે, તેના માતા-પિતા, આન્ટી અને બાળકીને લાવનાર પુરુષ સામે ફરિયાદ નોંધાઈ છે. જેને શોધવાનો પ્રયાસ કરી દેવાયો છે. બાળકીને હાલ મેડિકલ પરિક્ષણ માટે મોકલવામાં આવી છે. જેણે બાળકીને સહારો આયો હતો એવા જુનૈદ અર્શી જણાવે છે કે, તેના પિતાની બહેન તેની ઓળખાણમાં હતી. તેનો જીવ જોખમમાં હોવાને કારણે જ મેં આશરો આપ્યો હતો. જોકે જયારે બાળકીએ મને બધી વાત કરી ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો હતો. બાળકીએ જણાવ્યા પ્રમાણે ૨૦૧૦માં તેના પિતાએ તેની પત્નિ ગુજરી જતા બીજા લગ્ન કર્યા હતા.
બાદમાં તેની સાવકી માતાએ તેને ત્રાસ આપવાની શ‚આત કરી અને તેની ૪ બહેનો અને ૧ ભાઈ હતા. ત્યારબાદ બાળકીને રાજસ્થાનમાં તેની સાવકી માતાની બહેનના ઘરે લઈ જવામાં આવી હતી. એક ૫૦ વર્ષીય આધેડની સાથે ૩ લાખના સોદા બાદ વેચી નાખવામાં આવી ૬ વર્ષમાં તેણે ચાર બાળકોને જન્મ આપ્યો જેમાંથી ૨ ના અમુક મહિનામાં મોત થઈ ગયા હતા. બાળકીએ આ બાબત એક સ્ટેટમેન્ટના વિડીયોમાં જણાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com