ખાવા-પીવા, સુવા-બેસવા અને રસોઈ વગેરે માટે એક જ રૂમ હોવાથી હવા પ્રદુષણ થાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે
હાઉસીંગ મંત્રાલય દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વે પ્રમાણે, ભારતમાં શહેરી વિસ્તારોના એક ચતૃથાઉશ એટલે કે ૧.૭ કરોડ મકાનોમાં રસોડુ જ નથી. આ આંકડા સોસિયો-ઈકોનોમિક કાસ્ટ સેન્સસ (એસઈસીસી)ના આધારે હાઉસીંગ મંત્રાલયે જાહેર કર્યા હતા. સર્વે મુજબ, ૧.૭ કરોડ શહેરી હાઉસહોલ્ડસ રસોઈ, ખાવુ-પીવુ, સુવુ-બેસવુ વગેરે માટે એક જ ‚મ ધરાવે છે. જેથી કરીને ઘરમાં હવાનું પ્રદુષણ ફેલાતા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉભી થાય છે. આપણે જરા વિચારીએ તો, સર્વેના આ આંકડા માત્ર શહેરી વિસ્તારના છે. જો આ મુજબનો સર્વે ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે તો, લગભગ મોટાભાગના મકાનોમાં રસોડાની સુવિધા હશે જ નહીં. જો આજના આધુનિક યુગમાં શહેરોની હાલત આટલી કથળતી હોય, તો ગામડાઓની હાલત શું હશે ? તે માત્ર વિચારથી ખ્યાલ આવી જાય છે.
એક જ ‚મમાં રહેવાનું અને તેમાં જ રસોઈ બનતી હોવાથી ઘરમાં હવાનું પ્રદુષણ ફેલાય છે અને માંદગી ઉદભવે છે. તાજેતરમાં કરાયેલા એનવાયરોન્મેન્ટ રીસર્ચ મુજબ ઘરોમાં અલગ રસોડાની સુવિધા ન હોવાથી રોડ-રસ્તા કરતા વધારે પ્રદુષણ મકાનોમાં ફેલાય છે. વૈશ્ર્વિક સ્તરે કરાયેલા અભ્યાસ અનુસાર, રસોડામાં હવા-ઉજાસથી યોગ્ય સુવિધા ન હોવાથી વધુ પ્રદુષણ થાય છે. રસોઈ બનાવતી વખતે ઉત્પન્ન થતી વરાળ-ઉર્જાના નિકાલ માટે રસોડામાં બારીની સુવિધા હોવી જ‚રી છે. ચુલ્લાના ધુમાડા દ્વારા થતા પ્રદુષણને રોકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) લોન્ચ કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદેશ રસોડાઓને ધુમાડારહિત કરવાનો છે.
એસઈસીસી ડેટા પ્રમાણે વર્ષ ૨૦૧૧માં ઘરે ઘરે જઈને કરેલી તપાસ દ્વારા જાણવા મળ્યું હતું કે દેશમાં શહેરી વિસ્તારોમાં ૨૪.૫૦ ટકા લોકો માત્ર એક ‚મમાં જ રહે છે. સીઈસીસી ડેટા કે જે શહેરી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ બતાવે છે. શહેરોમાં કેટલા કુટુંબો ઘરવિહોણા છે અને કેટલા લોકો ભાડાપટ્ટાના મકાનમાં રહે છે. તે અંગે માહિતી આપે છે.