વાત વધુ આગળ વધતી અટકાવવા તબીબે નાણાની કોથળી ખુલ્લી મુકયાની ચર્ચા

 

અબતક, કીરીટ રાણપરીયા
ઉપલેટા

ઉપલેટા શહેરના અમુક ડોકટરો દ્વારા પૈસાની લાલચમાં દર્દીઓના જીવનની પરવા કાર્ય વગર પૈસાની ભુખ સંતોષ માટે ગમે તે હદે જઈ શકે છે અને દર્દીને મોતના મુખમાં ધકેલી દેવા સુધીના બનાવો છાશવારે સામે આવે છે ત્યારે ઉપલેટા શહેરમાં બસ સ્ટેન્ડ ચોક નજીક હોસ્પિટલ ધરાવતા તબીબે દર્દીનું જીવન જોખમમાં મુકતા તબીબને મેથીપાક ખાવાનો વારો આવ્યો છે જેથી હાલ શહેરમાં આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોક નજીક હોસ્પિટલ ધરાવતા એવા શહેરના જુના અને જાણીતા તબીબ દ્વારા દર્દીને પોતાની હોસ્પીટલ માંથી એક્સપાયરી ડેટ વાળી દવા આપી અને સાથે-સાથે સારવાર આપી હતી. જાણીતા તબીબ દ્વારા રાજકોટમાં ઓપરેશન કરાવનાર દર્દીને ડ્રેસિંગ માટે આ સારવાર આપતા હતા ત્યારે દર્દીને તેમની જ હોસ્પિટલ માંથી એક્સપાયરી ડેટ વાળી દવા ડોકટરે આપી દીધી હતી જેથી ડોકટરે આપેલ દવા દર્દીએ પીવાથી દર્દીની તબિયતમાં સુધારો થવાને બદલે સતત લથડતી જતી હતી જેના કારણે પરિવારજનોએ તપાસ કરતા ડોક્ટર દ્વારા અપાયેલ દવા એક્સપાયરી ડેટ વાળી હોવાનું માલુમ પડ્યું હતું.

આ બાબતની જાણ થતા દર્દીના પરિવારજનોનો પીતો અસ્માને પહોંચી જતા દર્દીના સગાઓ હોસ્પિટલ ખાતે ડોકટર પાસે ગયેલ અને આ અંગે ડોક્ટરને વાત કરેલ ત્યારે પ્રથમ તો ડોકટરે પોતાની ભુલ સ્વીકારવાને બદલે ઓપરેશનની ભુલો કાઢવાનું શરૂ કરેલ હતું ત્યારે દર્દીના સગાએ ત્રીજું નેત્ર દેખાડી અને ડોક્ટરને મેથીપાક ચખાડતા તબીબ ઢીલા ઢફ થઈ ગયા હતા અને પોતાની ભુલ હોવાનો પણ સ્વીકાર કરેલ હતો.

આ ગંભીર બેદરકારીમાં પોતાની ભુલ સમજાતા પોતાના માણસો મારફત દર્દી સાથે પતાવટની પણ વાત ચાલુ કરી અને મામલો ભીનો સંકેલવા માટે રૂપિયાની કોથળીઓ ખુલ્લી મુકી દીધી હતી કારણ કે વર્ષે કરોડો રૂપિયાની પ્રેક્ટીસ કરતા આ તબીબની આબરૂ બચાવવા ધમપછાડા શરૂ કર્યા છે જેમાં ઉપલેટામાં રવિવારે બપોરના આ બનાવ બનતા અને તબીબે મેથીપાક ખાતા પોતાની હોસ્પિટલ છોડી તબીબ ફરાર થઈ ગયા હતા અને બપોર બાદ હોસ્પીટલમાં પણ તાળા લાગી ગયા હતા ત્યારે આ બાબતે શહેર ભરમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.