ઉપલેટા વોર્ડ નં.૭નાં નગર સેવક અને રજપૂત સમાજના પ્રમુખ અન્ય નગર સેવકો માટે નોધ લેવા જેવી પ્રવૃત્તિ કરી છે. વોર્ડ નં.૩માં સ્લમ વિસ્તારનાં ૩૫૦ જેટલા લાભાર્થીઓને પોતાના ખર્ચે આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવી આપી એક માનવતા ભર્યું કાર્ય કરેલ હતુ.
વર્ષોથી વોર્ડ નં.૩ના નગર સેવક તરીકે ચૂટાઈ આવતા અને નગરપાલીકાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂકેલા આશાપુરા ગ્રુપ વાળા રણુભા નવલસંગ જાડેજાએ ભારત સરકારની આયુષ્યમાન ભારત જે ગરીબ અને બી.પી.એલ. લાભાર્થીઓના આરોગ્ય માટે નો પ્રોજેકટ છે.આ પ્રોજેકટને ખરા અર્થમાં લોકોને લાભ મળે તે માટે વોર્ડ નં.૩ના નગરસેવકે પોતાના વિસ્તાર સ્લમ લોકોની વસ્તી વધુ પ્રમાણ છે. આ વોર્ડમાં ૩૫૦થી વધારે લાભાર્થીઓ સમાવેશ થયો છે.ગરીબ અને નબળા વર્ગના લોકો પૈસાના અભાવે આ ભારત આયુષ્યમાન યોજનાના લાભથી વંચિત ન રહી જાય તે માટે પોતાના સ્વખર્ચે ૩૫૦થી વધારે લાભાથીઓના પૈસા ભરી આ યોજનાનો લાભ અપાવેલ હતો.જો આ વાતનું અનુકરણ તમામ સભ્યો કરવું જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.