અગાઉ પણ રોડ રસ્તા,એમ્બ્યુલન્સ સહિતના કાર્યો કરનાર નગરસેવક હિંગોરા પરિવાર સેવામાં મોખરે વોર્ડ નં.9માં પણ પાણી પ્રશ્ર્નનો ઉકેલ લાવી ગ્રાન્ટ વિના સ્વખર્ચે નળ જોડાણ આપી તૃષાને તૃપ્ત કરી

 

અબતક

કિરીટ રાણપરીયા, ઉપલેટા

ઉપલેટામાં આજીવન સેવાના ભેખધારી રજાક હિંગોરાએ વધુ એક સેવાનું વિસ્તરણ કયુંર્ છે. પ્રજાજનો માટે 108ની જેમ દોડતાં નગરસેવક હિંગોરાએ લોકોનો પાણી માટેનો પોકાર સાંભળી પોતાનાં ગજવામાંથી રૂપિયા કાઢી ઘરે ઘરે નળ નખાવી તૃષાને તૃપ્ત કરી છે. હંમેશા પ્રજાજનોના પડખે ઉભા રહેતાં રજાકભાઇ તેમની સેવાથી લોકોના હૃદયમાં બિરાજે છે.હાલ કળીયુગના સમયમાં મોટાભાગના લોકો સ્વાર્થ માટે જાહેર જીવનમાં પ્રવેશી લોકોને અવનવા પ્રલોભનો આપી યેનકેન પ્રકારે સત્તા ઉપર બેસી જતાં હોય છે. પણ શહેરમાં એક નોખી માટીના માનવી ઘોર કળીયુગમાં પણ હજુ અમુક લોકોમાં માનવતા મરી પડી નથી. તેને એક ઉત્તમ ઉદાહરણ એટલે શહેર વોર્ડ નં.9ના સેવાભાવી નગરસેવક હિંગોરા પરિવાર સૌરાષ્ટ્ર્રમાં એક અલગ મનના અને નોખી માટીના માનવી જેવા પ્રજાની સેવા માટે પાછુ વળીને જોતા નથી, પ્રજા પણ હિંગોરા પરિવારની સેવાને ધ્યાનમાં રાખી છેલ્લા 15 વર્ષથી નગરસેવક તરીકે ચૂંટીને મોકલે છે. એવા નાત, જાત, ધર્મના વાડાઓથી દૂર રહી અલ્લાહઇશ્ર્વરના સંતાનોની સેવા કરવી એકજ ધ્યેયને ધ્યાનમાં રાખી વોર્ડ નં.9ની જનતાને તે એકમાત્ર નગરસેવક પોતાના લાખો રૂપિયાના ખર્ચે ઘરેઘરે પાણીના કનેકશન વિનામૂલ્યે આપી 24 કલાક પાણીની સગવડ કરી આ વોર્ડમાં 17 જેટલાં બોર કરી તેમાં લાખો રૂપિયાના ખચે 20 જેટલા ટાંકા બનાવી મોટરો ઉતારી આશરે જુદી જુદી જગ્યાએ દશ હજાર ફુટ જેટલી પાઇપલાઇન મારફત 300 જેટલા ઘરોમાં પાણીની 24 કલાક વિનામૂલ્યે સગવડ આપી ખરા અર્થમાં નગરસેવક સાબિત થઇ રહ્યા છે.વોર્ડ નં.9ના વિસ્તારોમાં આવતા પાટણવાવ રોડ ઇદગાહ સામે મર્કઝ સ્કુલવાળી ગલી, દેવીપુજકવાળી બન્ને ગલીઓ, સ્મશાન રોડ ઉપર આવેલ હોકરામાં કાંઠા વિસ્તાર, રામગઢ, નયામતમાની દરગાહની ઇદગાહ, રબારી ખડકી, નાથણી ફરીયુ, ચોક ફરીયું, જંગપીરની દરગાહ, મોટુ ફરીયુ, પંચહાટડી ચોક, મુલ્લાવાડો, નુરાશાપીર રોડ, દરબારી વાળો મુસાફર ખાનુ, સ્મશાન રોડ, પંજાબી કોલોની, ખાટકી વાળો જુનો હરીજન વાસ, રસુલપરા આખો વિસ્તાર સહીતમાં આશરે 300 કરતા વધુમાં નળ કનેકશન 24 કલાક પાણી મળે તે માટે પોતાના સ્વખર્ચે આપી ખરા અર્થમાં લોકસેવક તરીકે રજાકભાઇ હિંગોરા તેમજ હિંગોરા પરિવાર સેવા કરી રહ્યો છે. અગાઉ પણ રજાકભાઇ હિંગોરાએ સ્મશાનમાં બોર, નયામતમાની દરગાહ પાસે વજુખાનુ સહિતની કામગીરી પોતાના સ્વખર્ચે કરી છે. આ ઉપરાંત ગરીબ માણસોને રાહત દરે એમ્બ્યુલન્સની સેવા પણ ખુલ્લી મુકી છે.ખાનગી માલીકીના બોરમાં પણ પોતે સબમર્શીબલ ઉતારી તેનું પાણી બહાર લત્તાવાસીઓને મળે તે માટે તેવા અનેક જગ્યાએ પ્રયાસો કરી આજે ગરીબ જનતાને 24 કલાક પાણીની સુવિધા આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં.9માં અગાઉ રજાકભાઇ હિંગોરા બાદ તેમના પત્ની મેમુદાબેન હાલ તેમનો પુત્ર રિયાઝભાઇ નગરસેવક તરીકે ચૂંટાઇ આવી લોકોની સેવા કરી રહ્યા છે. લોકો પણ આજે એમ કહે છે કે, આ વોર્ડમાં ઘણા નગરસેવકો ચૂંટાઇ આવ્યા અને ગયા પણ કોઇપણ પોતાના સ્વખર્ચે સેવા આપી શકતા નથી. સરકારની ગ્રાન્ટની વાર્તા કરી કામના ઠાલાં આશ્ર્વાસન મળે છે પણ રજાકભાઇ હિંગોરા પરિવાર કોઇ ગ્રાન્ટની આશા વગર લોકોની સેવા કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.