તમામ ખાનગી હોસ્પિટલો આઈસીસીયુ હાઉસફૂલ: ડેન્ગ્યુની સાથે ચિકન ગૂનિયાએ પણ માઝા મૂકી
ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસ થયા ડેંગ્યુએ ડેરાતંબુ તાણતા દર્દીઓમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ખાનગી દવાખાનામાં દરરોજના ૬૦ થી ૭૦ કેસ ડેંગ્યુનાં જોવા મળે છે.જયારે સરકારી ચોપડે માત્ર બે કેસ ડેંગ્યુના ચડયા છે.જયારે છ કેસો શંકાસ્પદ જણાવાઈ રહ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ શહેર તાલુકામાં છેલ્લા એક માસ થયા ડેંગ્યુના લક્ષણો દર્દીઓમાં જોવા મળ્યા છે. જેમ જેમ સમય જતો જાય છે. તેમતેમ ડેંગ્યુના કેસમાં સતત વધારો થતો જાય છે. છેલ્લા ૧૫ દિવસ થયા શહેર મોટી ખાનગી હોસ્પિટલોમાં ૧૨ થી ૧૫ કેસો ડેંગ્યુના રિપોર્ટ દર્દીમાં જોવા મળે છે. ત્યારે દરરોજ ૬૦ થી ૭૦ જેટલા કેસો ખાનગી દવાખાનામાં ડેંગ્યુના લક્ષણો દર્દીઓમાં જોવા મળ્યા છે. તો ૧૫ દિવસમાં ૭૦૦ થી વધારે અને એક માસમા ૯૦૦થી વધારે લોકોને ડેંગ્યુનો થવાનો ખાનગી લેબોરેટરીમા જોવા મળી રહ્યો છે. જયારે સરકારી ચોપડે માત્ર બે જ કેસ સતાવાર ડેંગ્યુના જોવા મળયા છે. ૫૭ કેસો શંકાસ્પદ હોવાનું સરકરી અધિકારીઓ જણાવી રહ્યા છે.
જયારે તાલુકાના ભાયાવદર અને ઉપલેટા શહેર અર્બન તેમજ તાલુકાના કોલકી, પાનેલી, ભીમોરા, અને ઢાંક માં અત્યાર સુધીમાં માત્ર ૬ કેસો ડેંગ્યુ જોવા મળ્યા છે. જયારે ૭૫ થી ૭૬ કેસોમાં ડેંગ્યુની અસરના કેસો જોવાયા છે.
જયારે ડેંગ્યુની સાથે સાથે ગીગણીગામ અને રાણાકંડોરણાના દર્દીને શહેરની ખાનગી હોસ્પિટલમાં ચિકનગૂનીયા જોવા મળતા ફરી લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. જયારે ડેંગ્યુના કેસમાં ઘરે ઘરે બે ચાર કેસ જોવા મળી રહ્યા છે.