સમઢીયાળા, લાઠ, મજેડી, કુઢેંચ સહિતના ગ્રામ્ય પંથકમાં 8 થી 10 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી
છેલ્લા બે દિવસમાં ઉપલેટા પંથકમાં પાંચ થી10 ઈંચ જેવું પાણી ગ્રામ્ય વિસ્તારમાં વરસી જતા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારનાં ખેતરો જળબંબારકાર પડી ગયા છે.
ગઈકાલે બપોરે બે થી ચાર વાગ્યા સુધીમાં સમઢીયાળા, લાઠ, મજેઠી, કુઢેચા, સહત ગ્રામ્ય પટીમાં 8 થી દશ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જયારે ભાયાવદર પટીમાં ખાખીજાળી, સંવેત્રા, ગઢાળા, કલારાયા ભાખ, સહિત વિસ્તારમાં 4 થી 6 ઈંચ વરસાદ વરસી ગયો છે.જયારે ગધેથર, નાગવદર, ઢાંક, મેરવદર, જેવા ગામોમાં પણ પાંચ ઈં જેવો વરસાદ વરસી જતા ખેડુતોમાં ચિંતામાં વિષય બન્યો છે.
બિપરજોય વાવાઝોડા બાદ આ પંથકમાં છેલ્લા એક માસ થયા હળવા ભારે વરસાદને કારણે મૌસમના 36 ઈંચ જેટલો વરસાદ વરસી જતાપાકને ભારે નુકશાની થઈ રહી છે. જો હવે 10 ઈચં જેટલો વરસાદ વરસે તો પાક સંપૂર્ણફેલ થઈજાય તેવી સ્થિતિ છે. હાલ મોટાભાગનાગ્રામ્ય વિસ્તારનાં ખેતરોમાં પાણી ભરાયા છે.
આનેકારણે પાક સંપૂર્ણ ફેઈલ થઈ જાય તેવી સ્થિતિ ખેડુતોજણાવી રહ્યા છે. જયારે ગઈકાલે સમઢીયાળામાં ભારે વરસાદને કારણે ખેતીમાં મોટુ ધોવાણ થવાથી ખેડુતોને પારાવાર મુશ્કેલી ઉભી થઈ રહી છે.
કોઝવે પર 10 ફૂટ પાણી ભરાતા રસ્તો બંધ
ધારાસભ્ય, મામલતદાર, ટી.ડી.ઓ સહિતની ટીમના ધામા
ઊપલેટા પંથકમાં 48 કલાક મેઘરાજા મન મૂકીને વરસતા અનેક જગ્યાઓ પર પાણી ફરી વળતા જળબંબાકાર થઈ ગયા છે. જાનહાની થવા પામેલનથી. કાલે બપોર બાદ ઉપલેટા પંથકની ભાદરપટ્ટી વિસ્તારના સમઢીયાળા, લાઠ, તલંગણા, કુંઢેચા સહિત ગામોમાં આઠથી દશ ઈંચ વરસાદ પડી જતા આ વિસ્તારોનાં ખેતરો અને નદીનાળાઓ પાણીમાં ગરકાવ થઈ જતા ખેડુતોને મોટી નુૂકશાની થવા પામેલછે. અનેક જગ્યાએ ખેતરો ધોવાઈ ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે. લાઠથી ભિમોરા જવાના ત્રણેય કોઝવે ઉપર 10 ફૂટ પાણી ફરી વળતા આ રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો.
આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, મામલતદાર મહેશ ધનવાણી, ટી.ડી.ઓ અને એન.ડી.આર. એફ.ની ટીમ દોડી ગઈ હતી અનેલાઠ, મજેડી, તલંગણા, કુઢેચ ગ્રામજનો સાથે વાર્તાલાપ કરી વિગતો મેળવી હતી. લાઠ અને ભિમોરા વચ્ચે આવતા ત્રણ કોઝવે ઉપર પાણી આવવાને કારણે ગામોના લોકો અવર જવર કરી શકતા નથી. આ અંગે મામલતદાર ધનવાણીે જણાવેલકે પાટણવાવ વિસ્તારના ગામોમાં ભારે વરસાદને કારણે ડુંગરનું પાણી મજેઠી, લાઠ, કુઢેચ, ગામની પાછળના ભાગમાં આવતા રોડ તેમજ કોઝવે ઉપર 10 ફૂટ પાણી ભરાતા રસ્તા બંધ થઈ ગયેલછે. પાણી ઊતરશે એટલે તમામ રસ્તા ચાલુ થઈ જશે બાકી કોઈ જાનહાની થવા પામેલ નથી. જયારે ભીમોરા ગામના 10 લોકો પ્રસંગ માટે બહાર ગયા હતા તે ભિમોરા નઈ જઈ શકતા તેને લાઠ ગામે આશરો અપાયો છે.
ઉપલેટાની જળ જરૂરિયાત સંતોષતા મોજ અને વેણુ ડેમના બે દરવાજા ખોલાયા
અબતક, કીરીટ રાણપરીયા, ઉપલેટા: ઉપલેટા વિસ્તારમાં અને ડેમમાં ઉપરના ભાગમાં ભારે વરસાદ પડવાને કારણે શહેરને પીવાનું પાણી પુરુુ પાડતા બન્ને ડેમો ત્રીજી વખત છલકાતા બેન્ને નદીમાં ઘોડાપુર આવ્યા હતા. છેલ્લા 48 કલાકમાં ઉપલેટા પંથકમાં પાંચ થી 10 ઇંચ વરસાદ પડતા તેમજ ડેમના સર્વત્ર વિસ્તાર માં પણ ભારે વરસાદ પડતા શહેરને પીવાનું પાણી પુરુ પાડતા બન્ને ડેમો ત્રીજી વખત ઓવર ફલો થયો હતો. એક તબકકે મોજ ડેમના 18 પાટીયા પાંચ ફુટ ખોલતા નદીમાં ભાર ઘોડાપુર આવ્યા હતા. આજે સવારે 11 વાગે મોજ ડેમમાં બે પાટીયા એક ફુટ ખુલ્લા રખાય છે. જયારે વેણુ ડેમમા બે પાટીયા પ ફુટ ખુલ્લા રખાય છે. બન્ને ડેમો પુરા ભરાઇ જવાથી પીવાના પાણી અને સિંચાઇના પાણીના પ્રશ્ર્ન હલ થઇ જવા પામ્યો છે.